Rajkot, તા.14
આગામી પરશુરામ જન્મોત્સવ નિમિતે બ્રહ્મદેવ સમાજ દ્વારા તા.૧૫થી ૧૯ એમ પાંચ દિવસ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ઉજવણી કરાશે. જેમાં તા.૧૫ બુધવારે દાદાની પધરામણી સાંજે ૪ કલાકે બહુમાળી ભવન ચોક ખાતે તા.૧૬ ગુરૂવારે બ્રહ્મદેવ સમાજ ડો.સેલ દ્વારા મહાઆરતી રાત્રે ૮ કલાકે, રકતદાન કેમ્પ સાંજે ૬ થી ૯ કલાકે અને આરોગ્ય નિદાન કેમ્પમાં વિવિધ નિષ્ણાંત ડોકટર્સ દ્વારા નિદાન રાત્રે ૮ થી ૧૦ કલાક સુધી રાખવામાં આવશે. તા.૧૭ શુક્રવાર રાત્રે ૮.૩૦ કલાકે બ્રહ્મદેવ સમાજ યુવા ટીમ અને પરશુરામ આરતી ટીમ દ્વારા મહાઆરતી ભુદેવ યુવા કલાકાર સાગર રાવલ અને ટીમ દ્વારા ડાયરો યોજાશે. બ્રહ્મદેવ સમાજ રાજકોટની વિવિધ ટીમનુ સન્માન કરવામાં આવશે. તા.૧૮ શનિવારે રાત્રે ૮ કલાકે બ્રહ્મદેવ સમાજ મહિલા ટીમ દ્વારા મહાઆરતી છપ્પન ભોગ, સત્યનારાયણ ભગવાનની કથા રાજોપચાર પૂજા કરવામાં આવશે. આ તમામ કાર્યક્રમ બહુમાળી ભવન ચોક ખાતે યોજાશે. પરશુરામ જન્મોત્સવ દિવસ તા.૧૯ રવિવાર મહાઆરતી ધુ્રવિશા રાવલ અને ભાર્ગવ મહેતાની કોરીયોગ્રાફી ટીમ દ્વારા શૌર્યથી ભરપૂર બ્રહ્મ નારી શક્તિ દ્વારા ફરશી રાસ, ભૂદેવ યુવા કલાકાર સાગર રાવલની ટીમ સાથે બ્રાહ્મણ બહેનો દ્વારા સમૂહ દાંડીયા રાસ, સમૂહ બ્રહ્મભોજન, આશાપુરા ફોર્મ, આર.કે.વર્લ્ડવાળી શેરી, શિતલ પાર્ક, ૧પ૦ ફૂટ રીંગ રોડ ખાતે રાખવામાં આવ્યો છે.
Trending
- Gujarat સરકાર નવી ‘ઔદ્યોગિક નીતિ-૨૦૨૬ જાહેર કરશે
- CBIને નીરવ મોદી વિરુદ્ધના ભ્રષ્ટાચારના એક કેસમાં કોઈ પુરાવા ન મળ્યા
- પહેલીવાર ભારતની ૧૪ દીકરીઓ Army and Air Force માં અધિકારી બની
- Jamnagarની કરોડો રૂપિયાની વિવાદાસ્પદ જમીન અંગે બિનખેતી અરજી રદ
- Dwarkadhish ના ભક્તો માટે મોટા સમાચાર, ૩ દિવસ દર્શનના સમયમાં ફેરફાર
- Jamnagar: ધ્રોલની ગણેશ સ્કૂલમાં નર્સિંગ વિદ્યાર્થીનીના આપઘાત પાછળ પ્રેમપ્રકરણની ચર્ચા
- Iran ના સુપ્રીમ લીડર ખામેનેઈના મોતના ૪ મહિના બાદ થશે અંતિમ સંસ્કાર
- Suratના નાસિરનગર ભૂતિયા ડિમોલિશન મામલે નવો વળાંક, મ્યુ.કમિશનરને દિલ્હીનું તેડુ

