આરતી, પ્રસાદ, સ્પર્ધા, સાંસ્કૃતિક કાર્યક્રમોની વણઝાર
Rajkot, તા.૧૩
ભગવાન પરશુરામ જન્મોત્સવ સમિતિના આયોજકોએ જણાવ્યું હતું કે, ભગવાન પરશુરામજીનો જન્મોત્સવ એટલે અક્ષય તૃતીયા-અખાત્રીજ તા.૧૯ ને રવિવારના રોજ છે ત્યારે ભગવાન પરશુરામ જન્મોત્સવ સમિતિ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી શહેરના ત્રિકોણબાગ ખાતે ભગવાન પરશુરામજીનુ સ્થાપન કરી દરરોજ રાત્રે ૮ કલાકે આરતી સહિતના કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ જય જય પરશુરામના નારા સાથે તા.૧૩ ને સોમવારના રોજ સાંજે ૬ કલાકે ભગવાન પરશુરામજીનુ સ્થાપન કરવામાં આવશે. તેમજ તા.૧૩ થી ૧૯ એપ્રિલ સુધી ત્રિકોણબાગ ખાતે ભગવાન પરશુરામજીના પંડાલમાં દરરોજ રાત્રે ૮ કલાકે મહાઆરતીના કાર્યક્રમમાં શહેરના તમામ શ્રેણીના ભૂદેવો એટલે કે રાજકીય તેમજ સામાજિક અને તમામ તડગોળના આગેવાનોના હસ્તે ભગવાન પરશુરામજીની આરતી ઉતારવામાં આવશે. તેમજ દરરોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજશે જેમાં ભગવાન પરશુરામજીની ગાથા, બહેનો દ્વારા રંગોળી સ્પર્ધા, ભગવાન સત્યનારાયણની કથા, સંગીત સ્પર્ધા, વેશભૂષા, શ્રીનાથજીની ઝાંખી, છપ્પન ભોગ અને લોકડાયરાની કાર્યક્રમ યોજાશે તા.૧૯ એપ્રિલના ભગવાન પરશુરામજીની જયંતિના દિવસે ભગવાન પરશુરામ જન્મોત્સવ સમિતિ દ્વારા શોભાયાત્રા સાંજે ૫ કલાકે શહેરના પંચનાથ મંદિર ખાતેથી નીકળી શહેરના વિવિધ માર્ગો ઉપર ફરી પરશુરામધામ ખાતે જશે ત્યાં મહાઆરતી તેમજ પ્રસાદના કાર્યક્રમ યોજાશે.
Trending
- Gujarat સરકાર નવી ‘ઔદ્યોગિક નીતિ-૨૦૨૬ જાહેર કરશે
- CBIને નીરવ મોદી વિરુદ્ધના ભ્રષ્ટાચારના એક કેસમાં કોઈ પુરાવા ન મળ્યા
- પહેલીવાર ભારતની ૧૪ દીકરીઓ Army and Air Force માં અધિકારી બની
- Jamnagarની કરોડો રૂપિયાની વિવાદાસ્પદ જમીન અંગે બિનખેતી અરજી રદ
- Dwarkadhish ના ભક્તો માટે મોટા સમાચાર, ૩ દિવસ દર્શનના સમયમાં ફેરફાર
- Jamnagar: ધ્રોલની ગણેશ સ્કૂલમાં નર્સિંગ વિદ્યાર્થીનીના આપઘાત પાછળ પ્રેમપ્રકરણની ચર્ચા
- Iran ના સુપ્રીમ લીડર ખામેનેઈના મોતના ૪ મહિના બાદ થશે અંતિમ સંસ્કાર
- Suratના નાસિરનગર ભૂતિયા ડિમોલિશન મામલે નવો વળાંક, મ્યુ.કમિશનરને દિલ્હીનું તેડુ

