New Delhi તા.15
દુનિયાની સૌથી વેલ્યુએબલ કંપની એન વીડિયોએ ભારતમાં કામ કરતા પોતાના કર્મચારીઓને 1 કરોડ જેટલું બમ્પર બોનસ આવ્યું છે. ભારતમાં આ કંપનીના 10 હજાર કર્મચારીઓ છે તેમાંથી મોટાભાગનાને આ બોનસ મળ્યું છે.
આ બોનસની રકમ 5 લાખ રૂપિયાથી માંડીને 1 કરોડ રૂપિયા સુધીની છે. આ બોનસ આગામી ચાર વર્ષમાં ધીરે ધીરે કર્મચારીઓને મળશે. એન વીડિયા માર્કેટ કેપના હિસાબે દુનિયાની સૌથી વેલ્યુએબલ કંપની છે તેનું માર્કેટ કેપ હાલ 4,776 ટ્રિલિયન ડોલર છે.
એક અહેવાલ મુજબ એન વીડિયોના ભારતીય કર્મચારીઓને સીઈઓ જેંસન હુઆંગ તરફતી વન ટાઈમ સ્પેશિયલ સ્ટોક ગ્રાન્ટ મળી છે. અમેરિકાની સેલરી ટ્રેકર કંપની સિકસ ફિગરના આંકડામાં આ વાત બહાર આવી છે. જેંસન સ્પેશિયલ ગ્રાન્ટની શરૂઆત 2024માં થઈ હતી.

