Rajkot તા.૧
Rajkotમાં ખાદ્ય સુરક્ષા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મોરબી રોડ પુલ નજીક આવેલી પ્રકાશલાલ પ્રવિણભાઈ દસ્તોકા નામની પેઢીમાં દરોડા પાડવામાં આવ્યા હતા.
તપાસ દરમિયાન અહીંથી ૫૦૦ કિલો જેટલો શંકાસ્પદ અને બિનઆરોગ્યપ્રદ પનીરનો જથ્થો મળી આવ્યો હતો. વધુમાં, આ પેઢી પાસે ફૂડ લાયસન્સ પણ ન હોવાનું બહાર આવ્યું છે. આ ગંભીર બેદરકારી બદલ તંત્ર દ્વારા પેઢીને રૂ. ૧,૦૦૦ નો દંડ ફટકારી સીલ કરી દેવામાં આવી છે અને તેમને નોટિસ પાઠવવામાં આવી છે. તંત્રની આ કાર્યવાહીથી અખાધ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.

