Porbandar, તા.16
પોરબંદરથી કૃષ્ણનગરી દ્વારિકા સુધીની સતત છઠ્ઠી પદયાત્રા નું આયોજન કરાયું છે જેમાં અખાત્રીજના પાવન દિવસે સુદામા મંદિર ખાતેથી પ્રસ્થાન કરવામાં આવશે. પોરબંદર ના શ્રી સુદામા ભક્ત સેવા મંડળ દ્વારા આયોજિત દ્વારકા સુધી ની પદયાત્રાનો સુદામા મંદિરે થી અખાત્રીજના પાવન દિવસે સવારે 8 વાગ્યે પ્રારંભ થશે.
પ્રારંભ સમયે સંતો મહંતો અને આગેવાનો ઉપસ્થિત રહશે દ્વારકાધીશ ભગવાન શ્રીકૃષ્ણ અને ભક્ત સુધમાની અતૂટ મૈત્રીના આ આધ્યાત્મિક સંદેશ સાથે કળિયુગમાં હરિસ્મરણ તારણ ઉપાયના ભાવ સાથે આધ્યાત્મિક જન જાગૃતિના હેતુસર પોરબંદરથી દ્વારિકાની પદયાત્રાનો વિચાર ખીમભાઈ બાપોદરાના સંકલ્પ થકી સુદામા ભક્ત સેવા મંડળ પોરબંદર દ્વારા પ્રતિવર્ષ ની જેમ અખાત્રીજના શુભદિને સવારે આ આયોજન થયું છે જેમાં સુદામા મંદિરથી આ યાત્રા નો પ્રારંભ થશે ત્યારે સુદામા ભક્ત સેવા મંડળ અને ખીમભાઈ બાપોદરા દ્વારા આ યાત્રામાં વધુમાં વધુ લોકોને જોડાવા અપીલ કરાઈ છે.

