Girsomnath,તા.૧૫
ગીર સોમનાથ જિલ્લાના બાદલપરામાં એક જાહેર સમારોહમાં તાલાલાના ભાજપના ધારાસભ્ય ભગા બારડે જાહેરમાં અસંતોષ વ્યક્ત કર્યો હતો. ભાજપની આંતરિક જૂથબંધી સામે અસંતોષ વ્યક્ત કરતાં કહ્યું કે, ’જો અહીં બેઠેલાં લોકો મને કહેશે તો, હું અત્યારે જ ધારાસભ્યપદેથી રાજીનામું આપી દઈશ.’ ટૂંકમાં ધારાસભ્યનો દબાયેલો અસંતોષ જાહેરમાં ફાટી નીકળ્યો હતો. તેમણે નામ લીધા વિના ભાજપના ટોચના નેતૃત્વ અને વહીવટી તંત્ર સામે સીધો મોરચો માંડ્યો છે.
ભાજપમાં આંતરિક જૂથબંધી ચરમસિમાએ છે. આંતરકલહ એટલી હદે વકર્યો છેકે, ભાજપના ધારાસભ્યોના કામોમાં પણ ભાજપના જ લોકો અડચણ ઊભી કરી રહ્યાં છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લાના બાદલપરા ગામ ખાતે રાજ્યસભાના સાંસદ માનસિંહ પરમારના સન્માન સમારોહમાં ધારાસભ્ય ભગા બારડે સમર્થકોની હાજરીમાં એવો આક્રોશ ઠાલવ્યો કે, ’સરકારમાં મારા કામ થવા દેવામાં આવતા નથી. જાણીજોઈને બધા જ કામો અટકાવી દેવામાં આવે છે.’
ભગા બારડે વિરોધીઓને આકરા શબ્દોમાં કહ્યુંકે, ’હું મારી રીતે કામ કરવા ટેવાયેલો છું. એ લોકો એવી રીતે મારાથી કામ નહીં થાય.’ આ નિવેદન સ્પષ્ટ કરે છે કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ભગા બારડને હવે કેસરીયો રંગ માફક આવી રહ્યો નથી. ભગા બારડનો ભાજપથી મોહભંગ થઈ ચૂક્યો હોય તેવું રાજકીય ચિત્ર ઉપસ્યું છે.
ભગા બારડે જાહેર મંચ પરથી એવો પડકાર ફેંક્યો હતો કે, ’અહીંયા હાજર લોકોમાંથી ૫૦ ટકા લોકો જો મને કહેશે, તો હું અત્યારે જ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દઈશ.’ આ સાથે જ તેમણે આગામી સમયની રાજકીય નબળાઈ સ્વીકારતા હોય તેમ વિવાદાસ્પદ વાત કરી કે, ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણી તો આ પંચાયતની ચૂંટણીમાં જ લડાઈ ગઈ છે. આ નિવેદન દર્શાવે છે કે સ્થાનિક સ્તરે ભાજપમાં જૂથબંધી સપાટીએ પહોંચી છે.
Trending
- અનાસક્ત ભક્તનાં બે લક્ષણો છે નિત્યતૃપ્તો અને નિરાશ્રય
- Bhujના માધાપરમાં બટુક ભોજન બાદ ૪૫થી વધુ બાળકો બીમારઃ છાશ પીધા પછી ફૂડ પોઇઝનિંગની આશંકા
- રામકથા એક અર્થમાં સંબંધોની કથા છે! અને એમાં કબંધની કથા પણ છે!
- સોમવતી અમાસ અને પુરુષોત્તમ માસ પૂર્ણાહૂતિનો સંયોગ, Junagadh દામોદર કૂંડમાં મોટી સંખ્યામાં ગોપીઓએ આસ્થાની ડૂબકી લગાવી
- સંતાનો ને ફન અને ફરજનો પાઠ શીખવતું અણમોલ પાત્ર એટલે પપ્પા!!
- બાંગ્લાદેશ સરકારે Delhi Airport પર વડા પ્રધાન તારિક રહેમાનના સલાહકાર ઝાહિદ ઉર રહેમાન સાથે થયેલા દુર્વ્યવહાર અંગે માહિતી માંગી
- ગૃહિણીઓ @ ફક્ત ગૃહિણીઓ નહીં, પરંતુ રાષ્ટ્ર નિર્માતાઓ:સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય
- Morbi માળિયાના હરીપર નજીક રોડ સાઈડમાં રાખેલી એસટી બસ સાથે ટ્રક અથડાતા બે મહિલાને ઈજા

