Morbi, તા.17
મોરબીના જુદા જુદા બે વિસ્તારમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે પોલીસે સ્થળ ઉપરથી કુલ મળીને ચાર આરોપીઓને પકડી લીધા હતા. સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ પાસે જાહેરમાં જુગાર રમતા સાહિલભાઈ હુસેનભાઇ પીપરવાડીયા (23) રહે. ભાટિયા સોસાયટી વાંકાનેર, યુનુસભાઇ ગનીભાઈ કાસમાણી (50) રહે બિલાલી મસ્જિદ પાસે વીસીપરા મોરબી અને ઇમ્તિયાઝભાઈ દિલાવરભાઇ શાહમદાર (32) રહે. ભાટિયા સોસાયટી વાંકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 4600 રૂપિયાની રોકડ કબજે કરી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે વાવડી રોડ ઉપર કે.જી.એન. પાર્ક પાસે જાહેરમાં મોબાઈલ ફોનથી વરલીના આંકડા લઈ જુગાર રમતો યુસુફભાઇ ઉર્ફે જુસબભાઇ રહીમભાઈ સમાણી 47 રહે. વાવડી રોડ ગોકુલ ફાર્મ સામે મોરબી મોબાઈલ સાથે મળી આવેલ હોય પોલીસે 5000 ની કિંમતનો મોબાઈલ તથા 780 ની રોકડ આમ કુલ મળીને 5780 નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને તેની પાસેથી હારુનભાઈ ગુલામરસુલ મીયાણા રહે. વીસીપરા મદીના સોસાયટી મોરબી વાળાનું નામ સામે આવ્યું હોય બંને સામે ગુનો નોંધી પોલીસે બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

