Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ચીનના President Xi Jinping હોર્મુઝ સ્ટ્રેટના ઉદઘાટનથી ખૂબ જ ખુશ છે, હું તેમને મળવા માટે આતુર છું,Trump

    April 18, 2026

    Akshay Kumar ની ’ભૂત બાંગ્લા’ ફિલ્મે શરૂઆતના દિવસે જ ધૂમ મચાવી,૨૩ કરોડની કમાણી કરી

    April 18, 2026

    Rohit Shetty ના ઘરે ફાયરિંગની ઘટનામાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી

    April 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ચીનના President Xi Jinping હોર્મુઝ સ્ટ્રેટના ઉદઘાટનથી ખૂબ જ ખુશ છે, હું તેમને મળવા માટે આતુર છું,Trump
    • Akshay Kumar ની ’ભૂત બાંગ્લા’ ફિલ્મે શરૂઆતના દિવસે જ ધૂમ મચાવી,૨૩ કરોડની કમાણી કરી
    • Rohit Shetty ના ઘરે ફાયરિંગની ઘટનામાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી
    • Malayalam ટેલિવિઝન ઉદ્યોગના પ્રખ્યાત ટીવી અભિનેતા સિદ્ધાર્થ વેણુગોપાલનું અવસાન થયું
    • Smriti Mandhana એ ઇતિહાસ રચ્યો, ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચોમાં રોહિત શર્માનો મોટો રેકોર્ડ તોડ્યો
    • KKR આઇપીએલ સીઝનની પ્રથમ છ મેચમાં જીત વિનાની રહેનારી પાંચમી ટીમ બની
    • PSL 2026 માં શાહીન આફ્રિદીનું શરમજનક કૃત્ય, આઉટ થયા પછી ગુસ્સે ભરાયો, વીડિયો વાયરલ
    • ગીતા પુનર્જન્મવાદી છે,આપણો વર્તમાન પૂર્વના પ્રારબ્ધ કર્મોનું પરીણામ છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, April 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»ભણસાલીની ‘Love and War’ હવે ૨૧ જાન્યુઆરીએ રિલીઝ થશે
    મનોરંજન

    ભણસાલીની ‘Love and War’ હવે ૨૧ જાન્યુઆરીએ રિલીઝ થશે

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 18, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    આ પહેલા સંજય લીલા ભણસાલીએ ૨૦૨૨માં ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું

    Mumbai,તા.18

    રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ હવે એકસાથે મોટા પડદા પર તેમની રોમેન્ટિક એક્શન ફિલ્મ ‘લવ એન્ડ વોર’ સાથે જોવા મળશે, જેનું ડિરેક્શન સંજય લીલા ભણસાલીએ કર્યું છે. આ ફિલ્મ અંગે લાંબા સમયથી ચર્ચાઓ હતી અને લાંબા સમયથી આ ફિલ્મની રાહ જોવાતી હતી. બોલિવૂડના આ ત્રણેય સ્ટાર્સ ફિલ્મની જાહેરાત બાદથી જ ચર્ચામાં રહ્યાં છે. હવે સંજય લીલા ભણસાલીની આ ફિલ્મ માટે સત્તાવાર રીતે રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે, ૨૧ જાન્યુઆરી, ૨૦૨૭ના દિવસે ફિલ્મ રિલીઝ થઈ રહી છે.ઘણી રાહ જોવાયા બાદ, ‘લવ એન્ડ વોર’ને હવે અંતે રિલીઝ ડેટ મળી ગઈ છે. મેકર્સ ભણસાલી પ્રોડક્શન્સે સોશિયલ મીડિયા પર આ અંગે સત્તાવાર જાહેરાત કરી. આ ફિલ્મ એક ઇન્ટેન્સ રોમેન્ટિક એક્શન ડ્રામા હોવાની અપેક્ષા છે, જેમાં સંજય લીલા ભણસાલીની ફિલ્મોની ઓળખરૂપ ભવ્યતા અને સિનેમેટિક વૈભવ જોવા મળશે. તેમનાં ઇમર્સિવ સ્ટોરીટેલિંગ અને ભવ્ય પ્રેઝન્ટેશન સાથે ફિલ્મ પ્રજાસત્તાક દિવસના પર્વ પહેલા થોડા દિવસો પહેલાં સિનેમાઘરોમાં આવશે. ફિલ્મ હિન્દી, તેલુગુ અને તમિલ ભાષામાં રિલીઝ થવાની છે.આ પહેલા, ફિલ્મને ૨૦૨૬ના ઉનાળા વેકેશમાં રિલીઝ કરવાની યોજના હતી. જોકે, સ્ટોરીલાઇન અને પ્રોડક્શનમાં થયેલા ફેરફારોને કારણે વિલંબ થયો હતો. તાજેતરમાં રણબીર કપૂરે પણ કહ્યું હતું કે ‘રામાયણ’ પાર્ટ ૧ પછી જ આ ફિલ્મ રિલીઝ થશે, અને હવે તે સ્પષ્ટ થઈ ગયું છે. કારણ કે રણબીર પોતાની બે ફિલ્મોની રિલીઝ વચ્ચે કમ સે કમ બે મહિનાનું અંતર રહે એવું ઇચ્છતો હતો.આ પહેલા સંજય લીલા ભણસાલીએ ૨૦૨૨માં ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું. આ ફિલ્મની સફળતા બાદ તેઓ ફરી એક ભવ્ય પ્રોજેક્ટ સાથે પરત ફરી રહ્યા છે અને ફરીથી આલિયા ભટ્ટ સાથે કામ કરી રહ્યા છે.જોકે, વચ્ચે તેમની પહેલી વૅબ સિરીઝ હિરામંડી પણ આવી ગઈ, આ ભવ્ય અને જાજરમાન સિરીઝમાં મનિષા કોઈરાલા, અદિતી રાવ હૈદ્રી, રિચા ચઢ્ઢા અને સોનાક્ષી સિંહા સહિતની એક્ટ્રેસના દમદાર રોલ હતાં. હવે આ સિરીઝની સિક્વલ પર પણ કામ શરૂ થવાનું છે. રણબીર કપૂર હવે ‘રામાયણ’માં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. નિતેશ તિવારીના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મ બે ભાગમાં રિલીઝ થશે, દિવાળી ૨૦૨૬ અને ૨૦૨૭માં.નમિત મલ્હોત્રા દ્વારા નિર્મિત આ ફિલ્મ હિંદુ મહાકાવ્ય પર આધારિત છે. ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામ તરીકે, યશ રાવણ તરીકે અને સાઈ પલ્લવી સીતા તરીકે જોવા મળશે, જ્યારે રવિ દુબે લક્ષ્મણની ભૂમિકામાં છે.બીજી તરફ, આલિયા ભટ્ટ પાસે ‘અલ્ફા’ નામની સ્પાય એક્શન ફિલ્મ પણ છે, જેમાં શર્વરી તેમની સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. જ્યારે વિકી કૌશલની આ ફિલ્મ પછી મહાવતાર આવી રહી છે, તેમાં પણ એ છાવાના મેકર્સ સાથે ફરી કામ કરવાનો છે. આ ફિલ્મના પહેલા લૂક પછી જ તેની પણ ચર્ચા છે. હવે ભણસાલી આ ફિલ્મમાં રણબીર, આલિયા અને વિકીને કેટલી ભવ્યતા સાથે રજુ કરે છે એ જોવાની દર્શકોમાં ઉત્સુકતા છે.

    Bhansali's 'Love and War' January 21 release on
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    Akshay Kumar ની ’ભૂત બાંગ્લા’ ફિલ્મે શરૂઆતના દિવસે જ ધૂમ મચાવી,૨૩ કરોડની કમાણી કરી

    April 18, 2026
    મનોરંજન

    Rohit Shetty ના ઘરે ફાયરિંગની ઘટનામાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી

    April 18, 2026
    મનોરંજન

    Malayalam ટેલિવિઝન ઉદ્યોગના પ્રખ્યાત ટીવી અભિનેતા સિદ્ધાર્થ વેણુગોપાલનું અવસાન થયું

    April 18, 2026
    મનોરંજન

    Shefali Shah એકતા કપૂર સાથે ‘કોકે’માં કામ કરશે

    April 18, 2026
    મનોરંજન

    Ayushmann and Sara ‘ઉડતા તીર’માં એકસાથે જોવા મળશે

    April 18, 2026
    મનોરંજન

    માર્વેલની ‘એવેન્જર્સ: ડૂમ્સડે’ ક્રિસમસ વેકેશનમાં જોવા મળશે

    April 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ચીનના President Xi Jinping હોર્મુઝ સ્ટ્રેટના ઉદઘાટનથી ખૂબ જ ખુશ છે, હું તેમને મળવા માટે આતુર છું,Trump

    April 18, 2026

    Akshay Kumar ની ’ભૂત બાંગ્લા’ ફિલ્મે શરૂઆતના દિવસે જ ધૂમ મચાવી,૨૩ કરોડની કમાણી કરી

    April 18, 2026

    Rohit Shetty ના ઘરે ફાયરિંગની ઘટનામાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી

    April 18, 2026

    Malayalam ટેલિવિઝન ઉદ્યોગના પ્રખ્યાત ટીવી અભિનેતા સિદ્ધાર્થ વેણુગોપાલનું અવસાન થયું

    April 18, 2026

    Smriti Mandhana એ ઇતિહાસ રચ્યો, ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચોમાં રોહિત શર્માનો મોટો રેકોર્ડ તોડ્યો

    April 18, 2026

    KKR આઇપીએલ સીઝનની પ્રથમ છ મેચમાં જીત વિનાની રહેનારી પાંચમી ટીમ બની

    April 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ચીનના President Xi Jinping હોર્મુઝ સ્ટ્રેટના ઉદઘાટનથી ખૂબ જ ખુશ છે, હું તેમને મળવા માટે આતુર છું,Trump

    April 18, 2026

    Akshay Kumar ની ’ભૂત બાંગ્લા’ ફિલ્મે શરૂઆતના દિવસે જ ધૂમ મચાવી,૨૩ કરોડની કમાણી કરી

    April 18, 2026

    Rohit Shetty ના ઘરે ફાયરિંગની ઘટનામાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી

    April 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.