Porbandar તા.22
પોરબંદરમાં વિશ્વકર્મા પરિવાર દ્વારા એકતા સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા તો આ કાર્યક્રમમાં વિશ્વકર્મા પરિવારમાંથી હજારો ભાઈ બહેનો એ હાજરી આપી હતી.
પોરબંદર ચોપાટીના પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં વિશ્વકર્મા ભગવાન ના વંશજો એ અતુટ એટકા બતાવી હતી આ કાર્યક્રમ ની શરૂઆતમાં લોકસાહિત્યકાર એ પોતાના કાર્યક્રમની પ્રસ્તુતિ કરી હતી.
જગદીશભાઈ વિશ્વકર્મા એ વિશ્વકર્મા ફાઉન્ડેશન દ્વારા સામાજિક ક્રાંતિ નું આહ્વાન કર્યું હતું આ તકે રાજ્યના કેબીનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા એ પોતાના પ્રેરક ઉદબોધન માં વિશ્વકર્મા પરિવાર ના સંતાનો ને જન્મજાત કારીગર ગણાવી શુભેચ્છાઓ પાઠવી હતી તો કેન્દ્રીય કેબીનેટ મંત્રી મનસુખભાઈ માંડવીયા એ પણ સમગ્ર દેશમાં વિશ્વકર્મા પરિવાર ની કામગીરી ને બિરદાવી હતી.
પૂર્વ કેબીનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, પોરબંદરના રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, ઉદ્યોગપતિ કેતનભાઈ ગજ્જર, સાગરભાઈ મોદી તથા ભાજપના આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
મહાત્મા ગાંધીને શ્રધ્ધા સુમન અર્પણ
ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા પોરબંદર આવ્યા હતા ત્યારે તેમણે ગાંધી જન્મ સ્થળ કિર્તીમંદિર ની ખાસ મુલાકાત લીધી હતી અને બાપુના ચરણોમાં શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા આ તકે કેબીનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને પૂર્વ કેબીનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

