Porbandar તા.22
પોરબંદર સંવાદ કાર્યક્રમ નું આયોજન થયું હતું જેમાં બીરલાહોલ ખાતે થયેલા આ આયોજનમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા ની ખાસ ઉપસ્થિતિ રહી હતી.
ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા ની ઉપસ્થિતીમાં બિરલા હોલ ખાતે “પોરબંદર સંવાદ” કાર્યક્રમ યોજાયો હતો. આ નિમિત્તે ધાર્મિક, સામાજિક, સહકારી અને વ્યવસાયિક ક્ષેત્રના ક્ષેત્રના આગેવાનો અને શ્રેષ્ઠીઓ સાથે પોરબંદરના સર્વાંગી વિકાસ માટે વિસ્તૃત, ચર્ચા કરવામાં આવી હતી.
સર્વે આગેવાનોના મૂલ્યવાન સૂચનો અને સહકાર સાથે પોરબંદરને વધુ વિકસિત, સુવ્યવસ્થિત અને પ્રગતિશીલ બનાવવાના સંકલ્પને નવી દિશા અને શક્તિ મળી હતી.
આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા, ગુજરાતના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા, રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયા, પૂર્વ કેબિનેટમંત્રી બાબુભાઈ બોખીરીયા અને સુદામા ડેરી ના ચેરમેન આકાશભાઈ રાજશાખા ઉપસ્થિત રહ્યા હતા.

