Rajkot, તા. ર3
પૂર્વ મધ્ય રેલવેના દાનાપુર ડિવિઝનના નેઉરા-જટ ડુમરી સેક્શનમાં નોન-ઇન્ટરલોકિંગ કામગીરીના કારણે રાજકોટ ડિવિઝન પરથી પસાર થતી ઓખા-ગુવાહાટી સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન આંશિક રીતે પરિવર્તિત માર્ગ પર ચલાવવામાં આવશે.
રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, તારીખ 24 એપ્રિલ, 2026ના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન સંખ્યા 15635 ઓખા-ગુવાહાટી સાપ્તાહિક એક્સપ્રેસ તેના આંશિક રીતે પરિવર્તિત માર્ગ વાયા પંડિત દીન દયાળ ઉપાધ્યાય જંક્શન-ગયા-જહાનાબાદ-પટના થઈને દોડશે. આ ટ્રેન બક્સર સ્ટેશન પર જશે નહીં.
મુસાફરોને વિનંતી છે કે ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને પોતાની મુસાફરીનું આયોજન કરે. ટ્રેનોના સ્ટોપેજ, સંરચના અને સમયપત્રકની વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.inની મુલાકાત લઈ શકે છે.

