Rajkot,તા.23
રોડ શો ના સમગ્ર રૂટ દરમિયાન દેશભક્તિ અને ભાજપા સમર્થિત ગીતો તેમજ કાર્યકર્તાઓના અપાર ઉત્સાહ અને જનતાના અભૂતપૂર્વ આવકાર સાથે સમગ્ર વાતાવરણ ભાજપામય બન્યું
ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં રાજકોટ મહાનગર ખાતે ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય રોડ-શો યોજાયો હતો. રોડ-શોનો પ્રારંભ ત્રિકોણ બાગ થી થયો હતો જ્યાંથી ભવ્ય રેલી સ્વરૂપે રોડ-શો આગળ વધતા, સાંગણવા ચોક, ધર્મેન્દ્ર રોડ, ઘી-કાંટા રોડ, કંસારા બજાર, સોની બજાર, પેલેસ રોડ, બાલાજી મંદિર થઈ ફરી ત્રિકોણ બાગ ખાતે રોડ-શો નું સમાપન થયું હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી સાથે પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી અને સાંસદશ્રી પરષોત્તમભાઇ રૂપાલા, રાજ્યસભા સાંસદ શ્રી રામભાઈ મોકરિયા, રાજકોટ મહાનગર ભાજપા અધ્યક્ષ ડૉ. માધવભાઈ દવે, ધારાસભ્યશ્રીઓ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. ભવ્ય રોડ શો ના સમગ્ર રૂટ દરમિયાન દેશભક્તિ અને ભાજપા સમર્થિત ગીતો તેમજ કાર્યકર્તાઓના અપાર ઉત્સાહ અને જનતાના અભૂતપૂર્વ આવકાર સાથે સમગ્ર વાતાવરણ ભાજપામય બન્યું હતું જે ભાજપાના પ્રચંડ વિજયની પ્રતિતિ કરાવી રહ્યું હતું.