Rajkot,તા.25
ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત દેશના વિવિધ રાજ્યોમાં સાયબર ફોડની ગેંગના આરોપીઓ દ્વારા વિવિધ લોકો, પેઢીઓના બેક એકાઉન્ટ્સ ભાડે કમિશનથી મેળવી કરોડો રૂપિયાના ફોડના જેમના પર આરોધો છે તેવી ગેગના સભ્યોને ખાસ બનાવાયેલા સાયબર સેન્ટર ઓફ એક્સલેન્સી વિભાગ દ્વારા ટેકિનકલ સર્વેલેન્સ, ચોક્કસ બાતમી આધારે ૧૭૪ કરોડથી વધુ રકમના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ કર્યો હોવાનું પોલીસ ઇન્સ્પેક્ટર આર આર સોલંકીએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી મુખ્ય પોલીસ વડા અને સીઆઇડી વડા ડો કે એલ સેન. રાવ સાથે ચર્ચા કરી. 13 બિપીન આહિરેના માર્ગદર્શન હેઠળ મહત્વની જવાબદારી એસપી રાજદીપસિંહ ઝાલા જેવા અનુભવી ips ને સુકાન સોપેલ છે. આ ટીમ વધુ સક્ષમ બનાવવા માટે એસપી સજય કુમાર કેશવાલ અને એસપી વિવેક ભેડા વિગેરેને પણ મહત્વની જવાબદારી આવો છે.
આરોપીઓ દ્વારા ગુના કામે ઉપયોગમાં લેવામાં આવેલ બેંક એકાઉન્ટની વિગતો NCCRP પોર્ટલ પર ચેક કરતા સમગ્ર દેશમાં ૧૮૧ સાયબર કોડની અરજીઓ નોંધાયેલ છે.અલગ-અલગ રાજ્યોમાં કુલ-૮૧ એફ આઈ આર. નોંધાયેલ હોવાનું જણાઈ આવેલ છે જેમાં અંદાજે રૂ.૧૭૪ કરોડથી વધુની સાથબર હગાઇ થયેલ હોવાનું જણાઈ આવેલ છે. ૮૬૮ બનાવટી ઇનવોઈસ મળેલ છે.તેઓ પાસેથી ૪ મોબાઈલ, ૧ લેપટોપ, ૧૨૫ પેઢીઓની વિગતો અને ૮૬૮ બનાવટી ઇનવોઈસ મળી આવ્યા છે. આ જૂથ દ્વારા અંદાજે રૂ. ૧૭૪ કરોડથી વધુની છેતરપિંડી કરવામાં આવી છે.૬પ અલગ અલગ વ્યક્તીઓના આઇ.ડી. મળેલ છે. ઊંઝાથી અક્ષય મહેંદ્રભાઈ પટેલ અને દેવેંદ્ર કાંતીભાઈ પટેલની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓ કમિશન મેળવીને મલ્ટિપલ બેંક ખાતાઓ ખોલાવી ફોડના નાણાં ઉપાડતા હતા.રાજકોટના ચેતન અમલાણી, જતીન કક્કડ, કપિલ કોટક અને મહેન્દ્ર પોકિયા નામના ૪ આરોપીઓ પકડાયા છે.

