New Delhi તા.27
દેશભરમાં એક એપ્રિલથી ઈ-20 પેટ્રોલ (20 ટકા એથેનોલ અને 80 ટકા પેટ્રોલ) વેચવાનું ફરજીયાત કર્યા બાદ હવે સરકાર ઈ-25 પેટ્રોલ (25 ટકા એથેનોલ, 75 ટકા પેટ્રોલ) લાવી રહી છે, જેને બસ અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે.
જો કે ઈ-25 હજુ બધી ગાડીઓમાં નાખી નહીં શકાય, જેને જોતા કેટલાક જ દિવસોમાં પાયલોટ પ્રોજેકટ અંતર્ગત તેની શરૂઆત દેશના કેટલાક પેટ્રોલપંપોમાં કરવામાં આવશે. જેમાં દિલ્હી અને એનસીઆરના બધા શહેરો-ગુરુગ્રામ, નોઈડા, ફરીદાબાદ, ગાઝીયાબાદ ઉપરાંત મુંબઈ, હૈદરાબાદ, ચેન્નાઈ અને બેંગ્લુરુ સહિત અન્ય કેટલાક મોટા શહેરો પણ આ લિસ્ટમાં સામેલ કરવામાં આવી રહ્યા છે.
સૂત્રોનું કહેવું છે કે પેટ્રોલ પંપની એક એક પેટ્રોલ ટેન્કને ઈ-25 પેટ્રોલમાં ક્ધવર્ટ કરવામાં આવશે, બધાને નહીં, જેથી લોકોને ઈ-20 પેટ્રોલની કોઈ ઘટ ન રહે. આશા એવી પણ રખાઈ રહી છે કે ઈ-25ને પ્રોત્સાહન આપવા માટે સરકાર શરૂઆતમાં કેટલુંક સસ્તુ વલણ અપનાવી શકે છે. જેમાં તેલ કંપનીઓની મંજુરી પણ જરૂરી છે. આના માટે આઈઓસી અને બીપીસી સહિત તમામ તેલ કંપનીઓ સાથે પણ વાતચીત ચાલુ છે. આશા છે કે કેટલાક દિવસો બાદ કેટલાક પેટ્રોલ પંપોથી ઈ-25 પેટ્રોલ લોકોને મળવાનું શરૂ થઈ જશે. તેના માટે મોટા સ્તરે કામ થઈ રહ્યું છે.
જેમકે સરકાર 2030 સુધીમાં ઈ-30 પેટ્રોલ વેચવા પર પણ કામ કરી રહી છે ત્યાં સુધી કે સરકાર ભવિષ્યમાં ઈ-85 અને ઈ-100 ફયુલ પર પણ કાપ કરી રહી છે. સરકાર અને તેલ કંપનીઓ આ ફયુલ ટ્રાન્ઝીશનને લઈને બધા સ્ટેક હોલ્ડર સાથે પણ વાત કરી રહી છે, જેથી એ પણ પતો લાગી શકે કે કયા કયા મોડલથી ઈ-25 પેટ્રોલ ભરી શકાય છે અને કયા-કયા મોડલની ગાડીઓમાં હાલ તેને નથી ભરી શકાતુ.
ઈ-25થી માત્ર સસ્તું જ નહીં હોય, પ્રદુષણ પણ ઘટાડશે, ખેડૂતને પણ ફાયદો થશે
ઈ-25 ફયુલથી ન માત્ર લોકોને સસ્તું પડશે બલ્કે તેનાથી પ્રદુષણ ઘટશે, જેથી પર્યાવરણને ફાયદો થશે. આ ઉપરાંત સરકારની કાચા તેલની આયાત પર નિર્ભરતા ઘટશે. ખેડૂતોને પણ તેનો મોટો લાભ થશે.
જો કે તેને મોટા સ્તર પર લાગુ કરતા પહેલા કેટલાક પેટ્રોલ પંપોથી તેની શરૂઆત કરી તેની ટેકનીકલ બારીકીઓને પણ સમજવામાં આવશે. પેટ્રોલમાં એથેનોલની માત્રા વધવાથી એન્જીનનું ટયુનીંગ, એવરેજ, પિકઅપ અને લાઈફ પર પડતી અસરને પણ જોવામાં આવી રહ્યું છે. આ બધા ધોરણો પર ખરા ઉતર્યા બાદ જ ઈ-25ને ઈ-20ની જેમ દેશભરમાં વેચવાની એનઓસી આપવામાં આવશે.

