Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    India માં માર્ચમાં ક્રેડિટ કાર્ડ ખર્ચ 24% વધ્યો, 2,194 અબજ સુધી પહોંચ્યો

    April 29, 2026

    Maharashtra : BJP એ પાંચ ઉમેદવારોના નામ જાહેર કર્યા,12 મેના રોજ મતદાન

    April 29, 2026

    Delhi, Haryana, UP સહિત અનેક રાજયોના દિવસ તો ઠીક રાત્રીઓ પણ બની ગરમ

    April 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • India માં માર્ચમાં ક્રેડિટ કાર્ડ ખર્ચ 24% વધ્યો, 2,194 અબજ સુધી પહોંચ્યો
    • Maharashtra : BJP એ પાંચ ઉમેદવારોના નામ જાહેર કર્યા,12 મેના રોજ મતદાન
    • Delhi, Haryana, UP સહિત અનેક રાજયોના દિવસ તો ઠીક રાત્રીઓ પણ બની ગરમ
    • ચાલુ મેચમાં ડ્રેસિંગ રૂમમાં `વેપિંગ’ કરતા ઝડપાયો Captain Riyan Parag
    • Hyderabad સામે આજે મુંબઈ ટકરાશે : રોહિત શર્માની વાપસી
    • Rajasthan Royals નો શાનદાર ચેઝ, પંજાબ કિંગ્સને 6 વિકેટથી હરાવી પ્રથમ હાર અપાવી
    • વિદેશી ફસકયા, દેશી ખેલાડીઓનો દબદબો,સ્ફોટક બેટિંગ કરનાર ટોપ 10 માં તમામ ભારતીયો
    • Gondal: ટ્રાન્સપોર્ટરના મકાનમાં તસ્કર ત્રાટક્યાં, સાત લાખની ચોરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, April 29
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Gondal: ટ્રાન્સપોર્ટરના મકાનમાં તસ્કર ત્રાટક્યાં, સાત લાખની ચોરી
    સૌરાષ્ટ્ર

    Gondal: ટ્રાન્સપોર્ટરના મકાનમાં તસ્કર ત્રાટક્યાં, સાત લાખની ચોરી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 29, 2026Updated:April 29, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    પુત્ર પરિવાર સાથે રાજકોટ સ્થિત માતા-પિતાના ઘરે જતા બંધ મકાનમાંની તિજોરીમાંથી તસ્કરો દાગીના અને રૂ.૧ લાખ રોકડ ઉસેડી ગયા
    Gondal,તા,29
    ગોંડલમાં ગુંદાળા રોડ પર વ્રજવાટીકા એપાર્ટમેન્ટમાં ટ્રાન્સપોર્ટના ધંધાર્થીના એક દિવસ માટે બંધ રહેલા મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ અહીં દરવાજાના તાળા તોડી કબાટમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા એક લાખ સહિત કુલ રૂપિયા 7 લાખની મત્તા ચોરી કરી ગયા હતા. જે અંગે ગોંડલ સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ ચકાસી ચોરીના આ બનાવનો ભેદ ઉકેલવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
    ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ગોંડલના ગુંદાળા રોડ પર ગંગોત્રી સ્કૂલ વાળી શેરી વ્રજવાટીકા એપાર્ટમેન્ટમાં ચોથા માળે ફ્લેટ નંબર 404 માં રહેતા રાજદીપભાઈ નંદલાલભાઈ ઉજીયા(ઉ.વ.30) નામના યુવાન દ્વારા ચોરીની આ ઘટના અંગે ગોંડલ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. રાજદીપભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા છે.
    ગઈ તા. 26/4 ના સાંજના સાડા ચારેક વાગ્યે આસપાસ તે તેમના પરિવાર સાથે રાજકોટમાં રહેતા માતા-પિતાના ઘરે આંટો મારવા માટે ગયા હતા. રાજકોટમાં માતા-પિતાના ઘરે રાત રોકાયા બાદ સવારના 7:30 વાગ્યા આસપાસ તેઓ અહીં ઘરે આવ્યા હતા. અહીં આવી જોતા મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું હોય કંઈક અજુગતું બન્યાની શંકા ગઈ હતી. બાદમાં ઘરમાં જઈ જોતા સામાન વેરવિખેર હતો જેથી ચોરી થયાનુ માલુમ પડ્યું હતું.
    બાદમાં ઘરમાં તપાસ કરતા તસ્કરોએ દરવાજાનું મુખ્ય તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી કબાટના દરવાજા ખોલી કબાટની તિજોરીમાં રહેલ સોના-ચાંદીના ઘરેણા કિંમત રૂપિયા 6 લાખ અને રોકડ રૂ. 1,00,000 સહિત કુલ રૂપિયા 7 લાખની મત્તા ચોરી કરી ગયા હોવાનું માલુમ પડ્યું હતું. જેથી તેમણે તુરંત આ અંગે પોલીસને જાણ કરી હતી બનાવને લઈ ગોંડલ પોલીસ મથકનો સ્ટાફ તાકીદે અહીં પહોંચી ગયો હતો. ટ્રાન્સપોર્ટના ધંધાથી યુવાનની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી પી.આઈ જે.પી.રાવની રાહબરી હેઠળ ટીમે ચોરીના આ બનાવનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી છે.
    જેતપુરના મકાનના લોકરમાંથી ૮૦ હજાર રોકડની ચોરી
    જેતપુરમાં ધોરાજી રોડ પર જાગૃતિનગર ગરબી ચોક પાસે રહેતા લખધીરભાઈ દાદાભાઈ કાળીયા (ઉ.વ.35) દ્વારા જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ટ્રાવેલ્સની ઓફિસમાં નોકરી કરે છે અને અહીં પરિવાર સાથે રહે છે. દોઢેક મહિના પહેલા પત્ની ધારાબેનને સાડીનો ધંધો કરવો હોય જેથી પૈસાની જરૂર પડતા દાગીના ગીરવે મૂકી લોન લીધી હતી. જેના રૂપિયા 91,100 મળ્યા હતા. જે રૂપિયા પત્નીને આપ્યા હતા તેણે આ રૂપિયા કબાટના લોકરમાં રાખ્યા હતા તેમજ પગારના રૂપિયા 12000 આપ્યા હતા જે પણ કબાટના લોકરમાં મૂક્યા હતા. જે પૈકી ખર્ચના રૂપિયા ૨૨ હજાર તેમાંથી કાઢ્યા હતા અને આશરે ૮૦ હજાર રોકડ તથા સોનાના દાગીના કબાટના લોકરમાં પડ્યા હતા. દરમિયાન ગઈકાલ રાત્રીના યુવાને પત્નીને કહ્યું હતું કે, ઘરમાં પૈસા રાખવા કરતા બેંકમાં પૈસા મૂકી દઈએ જેથી લોકર ખોલતા અંદર રોકડ રકમ જોવા મળી ન હતી. આ બાબતે પત્નીને પૂછતા તેણે કહ્યું હતું કે છેલ્લે ગઈ તા. 22/4/2026 ના રોજ લોકરમાંથી રૂપિયા 5,000 કાઢ્યા હતા ત્યારે પૈસા હતા. કબાટમાં પૈસાની બાજુમાં દાગીના પડ્યા હોય જેની ચોરી થઈ નથી માત્ર રોકડ રૂપિયા 80,000 ની ચોરી થઈ હોય જેથી ઘરમાંથી કોઈ સભ્યએ ચોરી કરી હોવાની શંકા સાથે યુવાને આ મામલે જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે અંગે પીઆઇ એસ.કે.ગરચર તથા ટીમે તપાસ હાથ ધરી છે.

     


    Gondal Gondal news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Jasdan: ગઢડીયા ગામે ધોળા દિવસે તસ્કરો ત્રાટકયા, રૂ.1.04 લાખની મત્તાની ચોરી

    April 29, 2026
    સૌરાષ્ટ્ર

    Jasdanમાં મૈત્રી કરાર કરી દેવાની ના પાડનાર વકીલની ઓફિસમાં તોડફોડ, ગુનો નોંધાયો 

    April 29, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagar: પાળિયાદ-રાણપુર હાઈ-વે પર અકસ્માતમાં 2ના મોત

    April 28, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagar: જેસરના જુના પા ગામે એક સાથે 3 સાવજો ગામમાં આવી ચડયા

    April 28, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagar: ધંધુકા બગોદરા હાઈવે પર કાર અને બાઈક અથડાતાં શ્રમિકનું મોત

    April 28, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh: ઓઝત નદીમાં આવતીકાલે રાત્રે ભર ઉનાળે પૂર આવશે

    April 28, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    India માં માર્ચમાં ક્રેડિટ કાર્ડ ખર્ચ 24% વધ્યો, 2,194 અબજ સુધી પહોંચ્યો

    April 29, 2026

    Maharashtra : BJP એ પાંચ ઉમેદવારોના નામ જાહેર કર્યા,12 મેના રોજ મતદાન

    April 29, 2026

    Delhi, Haryana, UP સહિત અનેક રાજયોના દિવસ તો ઠીક રાત્રીઓ પણ બની ગરમ

    April 29, 2026

    ચાલુ મેચમાં ડ્રેસિંગ રૂમમાં `વેપિંગ’ કરતા ઝડપાયો Captain Riyan Parag

    April 29, 2026

    Hyderabad સામે આજે મુંબઈ ટકરાશે : રોહિત શર્માની વાપસી

    April 29, 2026

    Rajasthan Royals નો શાનદાર ચેઝ, પંજાબ કિંગ્સને 6 વિકેટથી હરાવી પ્રથમ હાર અપાવી

    April 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    India માં માર્ચમાં ક્રેડિટ કાર્ડ ખર્ચ 24% વધ્યો, 2,194 અબજ સુધી પહોંચ્યો

    April 29, 2026

    Maharashtra : BJP એ પાંચ ઉમેદવારોના નામ જાહેર કર્યા,12 મેના રોજ મતદાન

    April 29, 2026

    Delhi, Haryana, UP સહિત અનેક રાજયોના દિવસ તો ઠીક રાત્રીઓ પણ બની ગરમ

    April 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.