Jamnagar તા.1
જામનગરમાં તા.26 એપ્રિલના રોજ રાત્રિના કાલાવડ નાકા બહાર મહાપ્રભુજી બેઠક પુલ ઉતરતા કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો બેકાબૂ કારે બાઇકને ઠોકરે લેતા પ્રથમ માસૂમ બાળકીનું મોત થયું હતું જ્યારે આજે તા. 30ના રોજ બાળકીના ઇજાગ્રસ્ત પિતાનું પણ સારવારમાં મોત થતાં પરિવારમાં માતમ છવાયો છે.
શહેરના કાલાવડ બહારના વિસ્તારમાં રહેતા ઇસરાઇલ સમા તથા તેની પત્ની રૂકષાદબેન અને દીકરી અબીરાના બાઇકને કાર ચાલકે હડફેટે લીધા બાદ અકસ્માતમાં 5 વર્ષની બાળકી અબીરાનું સ્થળ પર જ મોત થયું હતું.
જ્યારે ઇસરાઇલ સમાને બન્ને પગમાં તથા પાસળીના ભાગે ફેકચર થયું હતું. જ્યારે ફેફસામાં અને બરોડમા ગંભીર ઇજાઓ થઇ હતી આથી સારવાર માટે ખસેડાયા હતા. આજે જી.જી. હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી.આ દરમિયાન ઇસરાઇલભાઈનું ચાલુ સારવારમાં મોત નીપજ્યું હતું. જ્યારે પગમાં ફેકચર તથા માથાના પાછળ ભાગે ઇજાઓ થતાં રૂકષારબેનની હજુ સારવાર ચાલી રહી છે.

