Jamnagar તા.1
જામનગર જિલ્લામાં ગત ચોમાસામાં 45 ઈંચથી વધુ વરસાદને કારણે શહેરને પીવાનું પાણી પુરું પાડતા ડેમોમાં પાણીનો વિપુલ જથ્થો આવેલો હોવાથી જુલાઈ માસના અંત સુધીનો પાણીનો જથ્થો ડેમમોમાં છે. શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ પાણીની સ્થિતિ સારી છે. ઉલ્ટાનું શહેરમાં પાણીના ટેન્કરો દોડે છે. પરંતુ જિલ્લામાં ક્યાંય ટેન્કરો સુધી ચાલુ થયા નથી.
જામનગર શહેરની દૈનિક ક્રમશ: વધતી ગઈ છે. છેલ્લા વર્ષમાં દૈનિક 125 એમએલડીમાંથી દૈનિક 135 અને હવે અડધા શહેરમાં દૈનિક પાણી વિતરણ અને શહેરના વિસ્તારમાં થયેલા વધારાને કારણે આ ડિમાન્ડ 155 એમએલડી દૈનિકની થઈ છે. તંત્ર તેને પહોંચી વળવા માટે મ્યુ. તંત્રનો વોટર વર્કસ વિભાગ રણજીતસાગર ડેમમાંથી દૈનિક 45 એમએલડી, સસોઈમાં 25, ઉંડ-1માંથી 35, આજી-3માંથી 40 અને નર્મદાની લાઈનમાંથી 10 એમએલડી પાણી મેળવીને શહેરને આપે છે.
શહેરના સોલેરીયમ, નવાગામ, બેડી, રણજીતનગર, પવનચક્કી, પંપ હાઉસ હેઠળના વોર્ડ નંબર-1,3, 4, 13 અને અને મહાપ્રભુજીની બેઠક ઈએસઆર 7માં તેમજ વોર્ડ નંબર-3 અને પાંચના અડધા ભાગમાં રોજ 30 મીનીટ પાણી વિતરણ કરવામાં આવે છે. આગામી માસમાં વોર્ડ નંબર-9ના વિસ્તારોને આવરી લેવા તંત્રની તૈયારી છે. તેમ મ્યુ. વોટર વર્કસ વિભાગના કાર્યપાલક ઈજનેર નરેશ પટેલ જણાવે છે.જ્યારે શંકર ટેકરી, ગુલાબનગર, સમર્પણ ઈએસઆર, જ્ઞાનગંગા અને ગોકુલનગર ઈએસઆર હેઠળના અડધા શહેરના વિસ્તારમાં એકાંતરા 45 મીનીટ પાણી વિતરણ કરવામાં આવે છે.
વોટર વર્કસ વિભાગ જણાવે છે કે, શહેરના બેડી, સમર્પણ, મહાપ્રભુજીની બેઠક ઈએસઆરથી દૈનિક 75 જેટલા ટેન્કરના ફેરા દ્વારા છેવાડાના વિસ્તારોમાં ટેન્કર પાણી વિતરણ થાય છે. આ વિસ્તારોમાં બેડીનો થરી, જોડીયાભુગા, ઢીંચડાથી એરફોર્સ તરફની સોસાયટીનો, કાલાવડ રોડ પરની સોસાયટીનો, ખંભાળીયા રોડની અને લાલપુર બાયપાસથી કાલાવડ બાયપાસ વિસ્તારોની વચ્ચેના સોસાયટીઓનો સમાવેશ થાય છે.
જામનગર જિલ્લાકુલ ગામ 426, 263 જુથ યોજના નિર્ભર, 174 આત્મ નિર્ભર, ટેન્કરો ચાલુ કરવા પડયા નથીતા.1 મે-ર0ર6ની સ્થિતિએ જિલ્લાના 3ર6 ગામોમાંથી ર63 ગામોને પાણી પુરવઠા વિભાગની જુથ યોજનાનું પાણી મળે છે. 163 ગામોને સ્થાનિક ચેક ડેમો, કુવા, તળાવોમાંથી પાણી મળે છે. જિલ્લામાં હજી કોઈ ટેન્કર ચાલુ કરવા પડ્યા નથી.
તાલુકા દીઠ પાણીની સ્થિતિ જોઈએ તો જામનગર તાલુકાના કુલ 104 ગામો છે તે પૈકી જૂથ યોજના આધારિત 69 ગામો અને આત્મ નિર્ભર 35 ગામો છે. જ્યારે લાલપુર તાલુકાના 77 ગામો છે જેમાંથી જૂથ યોજના હેઠળ 53 ગામોને આવરી લેવાયા છે જ્યારે આત્મ નિર્ભલ ગામો 24 છે.ધ્રોલ તાલુકાની વાત કરીએ તો કુલ 40 ગામો છે જે પૈકીના જૂથ યોજના આધારિત 31 ગામો છે જ્યારે આત્મ નિર્ભળ ઉપર નવ ગામો છે.
જોડિયા તાલુકામાં કુલ 38 ગામો આવેલા છે જેમાંથી જૂથ યોજના આધારિત 34 જિલ્લામાં છે જ્યારે આત્મ નિર્ભળ ચાર ગામો છે. કાલાવડ તાલુકાના કુલ 101 ગામો છે જેમાં આધારિત 48 ગામો છે જ્યારે આત્મ નિર્ભલ 53 ગામો છે . જામજોધપુર તાલુકામાં 66 ગામો છે જેમાંથીજૂથ યોજના આધારીત 17 ગામો આવડી લેવાયા છે જ્યારે આત્મરન નિર્મળ 49 ગામો તે પણ છે .
જામનગર જિલ્લા ની ચાર નગરપાલિકાઓને સ્થાનિક સત્રો જળાશયો ઉપરાત નર્મદા યોજના ની આધારિત પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે જેમાં જામજોધપુર નગરપાલિકાને ફુલઝર કોબા દ્વારા 35 લાખ પાણી આપવામાં આવે છે કાલાવડ નગરપાલિકાને પણ બાલભડી ડેમમાંથી 35 લાખ પાણી ફાળવવામાં આવે તો સિક્કા નગરપાલિકાને નર્મદા યોજના દ્વારા 29.75 લાખ લીટર પાણી આપવામાં આવે છે જ્યારે ધ્રોલ નગરપાલિકાને પણ નર્મદા પાઇપલાઇનમાંથી 45 લાખ લીટર પાણી આપવામાં આવે છે

