Anandતા.૨
આણંદ જિલ્લામાં લોકસાંસ્કૃતિક રંગતથી ભરેલો અનોખો પ્રસંગ સામે આવ્યો છે. આણંદ જિલ્લાના ખંભાત તાલુકોના નગરા ગામમાં યોજાયેલા લોકડાયરામાં જાણીતા કલાકાર દેવાયત ખવડ પર સોના-ચાંદીની નોટોનો વરસાદ વરસ્યો હતો.
આ લોકડાયરો મોમાઈ માતાજી અને સિકોતર માતાજીના મઢના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ભક્તિભાવ અને લોકસંગીતની વચ્ચે દર્શકોએ ઉત્સાહપૂર્વક કલાકારોને વધાવ્યા, અને દેવાયત ખવડની રજૂઆત દરમિયાન લોકો એટલા મંત્રમુગ્ધ થયા કે તેમણે નોટો વરસાવીને પોતાની ખુશી વ્યક્ત કરી.
સ્થાનિક લોકો મુજબ આ પ્રકારનો નોટોનો વરસાદ હવે લોકડાયરાઓમાં અવાર નવાર થતા રહે છે. અગાઉ પણ અનેક લોકકલાકારો પર આ રીતે પ્રેમ અને પ્રશંસાનું પ્રતિક રૂપે નાણાં વરસાવવામાં આવ્યા છે. આ ઘટના લોકસંસ્કૃતિમાં કલાકારો પ્રત્યેના માન-સન્માન અને લોકપ્રેમને દર્શાવે છે. આ પ્રસંગે ધાર્મિક અને સાંસ્કૃતિક માહોલ વચ્ચે લોકસંગીતનો અનોખો સમન્વય જોવા મળ્યો, જે ગામ અને આસપાસના વિસ્તારોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

