Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    પ્રોપર્ટી રજીસ્ટ્રેશન `પેપરલેસ’; મહેસુલ કાયદામાં `ક્રાંતિકારી’ ફેરફારો થશે

    May 4, 2026

    સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે દિલ્હીના 1300 યાત્રિકોએ મહાદેવના દર્શન કર્યા

    May 4, 2026

    Veraval શહેર યુવા ભાજપનાં મંત્રી ઉપર ચૂંટણીનાં વેરઝેરમાં પાંચ શખ્સોનો હુમલો

    May 4, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • પ્રોપર્ટી રજીસ્ટ્રેશન `પેપરલેસ’; મહેસુલ કાયદામાં `ક્રાંતિકારી’ ફેરફારો થશે
    • સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે દિલ્હીના 1300 યાત્રિકોએ મહાદેવના દર્શન કર્યા
    • Veraval શહેર યુવા ભાજપનાં મંત્રી ઉપર ચૂંટણીનાં વેરઝેરમાં પાંચ શખ્સોનો હુમલો
    • Gir Somnath જિલ્લા લેન્ડ ગ્રેબિંગ કમીટીની બેઠકમાં બે અરજીમાં ગુનો નોંધવા આદેશ
    • Prabhaspatan : યાત્રાધામ સોમનાથમાં કોરીડોરની પ્રક્રિયા શરૂ, ડિમોલીશન યુધ્ધનાં ધોરણે શરૂ
    • Rajkot: ધો.12 વિજ્ઞાન પ્રવાહનું 83.51% ઉજજવળ પરિણામઃA-1 ગ્રેડમાં 1576 વિદ્યાર્થીઓ
    • Amreli લોકડાયરામાં ચલણી નોટો સાથે ડોલર-ચાંદીનાં રૂપિયાનો કલાકારો પર વરસાદ
    • Jetpur સાઇબર ક્રાઇમના ફ્રોડના નાણા બેંક ખાતામાં અનફ્રીઝ કરી ફરિયાદીને પરત કરવા આદેશ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, May 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»પ્રોપર્ટી રજીસ્ટ્રેશન `પેપરલેસ’; મહેસુલ કાયદામાં `ક્રાંતિકારી’ ફેરફારો થશે
    ગુજરાત

    પ્રોપર્ટી રજીસ્ટ્રેશન `પેપરલેસ’; મહેસુલ કાયદામાં `ક્રાંતિકારી’ ફેરફારો થશે

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 4, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhinagar, તા.4
    જમીન-મિલ્કતના કાયદા-નિયમો સરળ અને સમગ્ર પ્રક્રિયા પેપરલેસ બનાવવાના ઉદ્ેશ સાથે ગુજરાતના મહેસુલ વિભાગે મહત્વની પહેલ કરી છે. મિલ્કત સંબંધી નિયમોમાં ધરખમ ફેરફાર તથા નાગરિકો કેન્દ્રીત વહિવટી પ્રક્રિયા નક્કી કરવા માટે ત્રણ દિવસની ચિંતન શિબિરનું આયોજન કરાયું છે.

    પ્રોપર્ટી રજીસ્ટ્રેશન સંપૂર્ણ પેપરલેસ કરવા, ઓનલાઇન કોર્ટ કેસ મેનેજમેન્ટ સિસ્ટમ, પારદર્શકતા વધારવાની સાથોસાથ જાહેર વ્યવસ્થામાં જવાબદારી વધારવા ઉપરાંત જમીન રેકર્ડ અપડેટ તથા ડીજીટલ કરવાનો એજન્ડા રખાયો છે.

    મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આગામી તા. 5 થી 7 મે, 2026 દરમિયાન અડાલજ સ્થિત ત્રિમંદિર ખાતે ગુજરાત સરકારના મહેસૂલ વિભાગની ત્રિ-દિવસીય પચિંતન શિબિરથનું આયોજન કરવામાં આવ્યું છે.

    ‘વિઝન 2030 ગુજરાતમાં લેન્ડ ગવર્નન્સનું ભવિષ્યથથ જેવી મહત્વકાંક્ષી થીમ પર આધારિત આ ચિંતન શિબિરમાં રાજ્યના વહીવટી માળખાને વધુ સુદ્રઢ બનાવવાની દિશામાં મનોમંથન કરવામાં આવશે.

    મહેસૂલ વિભાગની ચિંતન શિબિરમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંધવી, મહેસૂલ રાજ્ય મંત્રી સંજયસિંહ મહિડા સહિત વરિષ્ઠ સચિવ, અન્ય ઉચ્ચ અધિકારીઓ તથા વિષય તજજ્ઞો વિશેષ રીતે ઉપસ્થિત રહીને માર્ગદર્શન પૂરું પાડશે.

    મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિએ આ સંદર્ભે જણાવ્યું હતું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના નસ્ત્રવિકસિત ભારત  2047’થના વિઝનને પરિપૂર્ણ કરવામાં ગુજરાત સૌથી મહત્વપૂર્ણ અને અગ્રીમ ભૂમિકા ભજવશે.

    એટલા માટે જ, મુખ્યમંત્રી એ નસ્ત્રવિકસિત ગુજરાત થકી વિકસિત ભારતથથનો કાર્યમંત્ર આપ્યો છે.ગુજરાતને વિકસિત રાજ્ય બનાવવા માટે મહેસૂલ વિભાગનો રોડમેપ તૈયાર કરવામાં આ ચિંતન અગત્યની પૂરવાર થશે.

    મહેસૂલ રાજ્ય મંત્રી  મહિડાના દિશાનિર્દેશ હેઠળ આયોજિત આ શિબિરમાં મહેસૂલ વિભાગની વર્તમાન નીતિઓની સમીક્ષા અને વહીવટી પ્રક્રિયા પારદર્શક બનાવવા માટે વહીવટી અડચણોને દૂર કરવાની દિશામાં ચિંતન કરવામાં આવશે.

    ડિજિટલ ગવર્નન્સ દ્વારા નાગરિકોને અપાતી સેવાઓમાં વધુ પારદર્શિતા અને ઝડપ લાવવા પર ભાર મૂકવામાં આવશે. જમીન વહીવટમાં નવીન ટેકનોલોજીનો ઉપયોગ કરીને જાહેર વિશ્વાસ વધારવા માટે ચિંતન શિબિર એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ સાબિત થશે,

    ચિંતન શિબિર દરમિયાન વિવિધ મહત્વના વિષયો જેવા કે પેપરલેસ પ્રોપર્ટી રજીસ્ટ્રેશન, ઓનલાઇન કોર્ટ કેસ મેનેજમેન્ટ સિસ્ટમ, જનસેવામાં પારદર્શિતા અને જવાબદારી વધારવા માટેના પ્રયાસો, આવક રેકર્ડના ડિઝિટાઇજેશન અને અપડેશન વગેરે ઉપર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત, જમીન માપણી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેવી બાબતોમાં આધુનિક વ્યૂહરચનાઓ ઘડવામાં આવશે.

    ચિંતન શિબિરમાં જિલ્લા કલેક્ટરો, પ્રાંત અધિકારીઓ સહિતના ક્ષેત્રિય અધિકારીઓ સહિત ISRO, BISAG-N, IIT, IIM, IGNOU, Survey of India સહિતના નિષ્ણાતો પણ સહભાગી થશે અને વિવિધ વિષયો પર ગ્રુપ ડિસ્કશન, કેસ સ્ટડીઝ અને નિષ્ણાતોના વ્યાખ્યાનો દ્વારા જ્ઞાનનું આદાન-પ્રદાન કરવામાં આવશે. વિભાગ માટે જરુરી વહીવટી સુધારાઓ માટે અન્ય રાજ્યોના પ્રતિનિધિઓ અને કાયદાકીય નિષ્ણાતો સાથે પણ પરામર્શ કરી શ્રેષ્ઠ પદ્ધતિઓ અપનાવવામાં આવશે.

    મહેસૂલ વિભાગ દ્વારા અગાઉ યોજાયેલ એકશન સેમિનારમાં થયેલ ચર્ચાના વ્હાઇટ પેપર્સ અને તેના ઉપર થયેલ કાર્યવાહીની પણ ચર્ચા વિચારણા કરીને આ ચિંતન શિબિરના અંતે મહેસૂલ વિભાગ માટે એક સ્પષ્ટ અને અમલી બનાવી શકાય તેવો રોડમેપ તૈયાર કરવામાં આવશે. આ ચિંતન શિબિરની પહેલથી રાજ્યના લેન્ડ ગવર્નન્સમાં ક્રાંતિકારી ફેરફારો આવશે અને નાગરિકકેન્દ્રી વહીવટ વધુ મજબૂત બનશે.

    Gandhinagar Gandhinagar NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: ધો.12 વિજ્ઞાન પ્રવાહનું 83.51% ઉજજવળ પરિણામઃA-1 ગ્રેડમાં 1576 વિદ્યાર્થીઓ

    May 4, 2026
    મુખ્ય સમાચાર

    Ahmedabad ઔડાના CEO દેસાઇનું એકાએક રાજીનામુ

    May 4, 2026
    આંતરરાષ્ટ્રીય

    Australian Airport ગુજરાતીની બેગમાંથી તમાકુનો જથ્થો નિકળ્યો

    May 4, 2026
    રાષ્ટ્રીય

    Kailash Man Sarovar Yatra વિવાદ : નેપાળનો દાવો અસ્વીકાર્ય; વાટાઘાટો થશે

    May 4, 2026
    અન્ય રાજ્યો

    હાઇ-વે પર સોનુ વેરાયાની અફવાથી પડાપડી : `સોનેરી ટુકડા’ વિણવા લોકો ઉમટ્યા

    May 4, 2026
    અન્ય રાજ્યો

    Tamil Nadu માં અભિનેતા વિજય `કીંગ’ : શાસક DMK છેક ત્રીજા સ્થાને ધકેલાયુ

    May 4, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે દિલ્હીના 1300 યાત્રિકોએ મહાદેવના દર્શન કર્યા

    May 4, 2026

    Veraval શહેર યુવા ભાજપનાં મંત્રી ઉપર ચૂંટણીનાં વેરઝેરમાં પાંચ શખ્સોનો હુમલો

    May 4, 2026

    Gir Somnath જિલ્લા લેન્ડ ગ્રેબિંગ કમીટીની બેઠકમાં બે અરજીમાં ગુનો નોંધવા આદેશ

    May 4, 2026

    Prabhaspatan : યાત્રાધામ સોમનાથમાં કોરીડોરની પ્રક્રિયા શરૂ, ડિમોલીશન યુધ્ધનાં ધોરણે શરૂ

    May 4, 2026

    Rajkot: ધો.12 વિજ્ઞાન પ્રવાહનું 83.51% ઉજજવળ પરિણામઃA-1 ગ્રેડમાં 1576 વિદ્યાર્થીઓ

    May 4, 2026

    Amreli લોકડાયરામાં ચલણી નોટો સાથે ડોલર-ચાંદીનાં રૂપિયાનો કલાકારો પર વરસાદ

    May 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે દિલ્હીના 1300 યાત્રિકોએ મહાદેવના દર્શન કર્યા

    May 4, 2026

    Veraval શહેર યુવા ભાજપનાં મંત્રી ઉપર ચૂંટણીનાં વેરઝેરમાં પાંચ શખ્સોનો હુમલો

    May 4, 2026

    Gir Somnath જિલ્લા લેન્ડ ગ્રેબિંગ કમીટીની બેઠકમાં બે અરજીમાં ગુનો નોંધવા આદેશ

    May 4, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.