Gandhinagar, તા. 8
તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનાં વધારાની આગાહી વચ્ચે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં 10 જેટલા શહેરોમાં ગઇકાલે 40થી 43 ડિગ્રી સુધીનું આકરૂ તાપમાન નોંધાયુ હતું. સૌથી હોટ સીટી 43.5 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર રહેવા પામ્યું હતું.
જયારે અમદાવાદમાં 43.2, અમરેલીમાં 42.3, વડોદરામાં 41.6, રાજકોટમાં 42.7, સુરતમાં 39.5, જયારે ભાવનગરમાં 40, ભુજમાં 40.6, દાહોદમાં 38.5, દમણમાં 38.2, ડાંગમાં 39, ડિસામાં 4ર તથા ગાંધીનગરમાં 43 અને વેરાવળમાં 32.9 તથા પોરબંદરમાં 34.6 ડિગ્રી મહતમ તાપમાન નોંધાયુ હતું.
સમગ્ર ગુજરાત રાજ્યમાં ગરમીનો પારો સતત વધતો જઈ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાનું તાપમાન 43.5 ડિગ્રી સુધી નોંધાયું છે ત્યારે સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો વધતા તંત્રની ચિંતામાં પણ સતત વધારો થઈ રહ્યો છે.
ત્યારે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં હિટસ્ટ્રોક લાગવાની ઘટનાઓમાં વધારો થયો છે ગરમી ના કારણે નાના બાળકો વૃદ્ધો અને મહિલાઓને તેમજ અશક્ત લોકોને ગરમી લાગી જતી હોય તે પ્રકારની ઘટનાઓ પણ ઘટનાઓમાં વધારો થયો છે.
વધતી ગરમીના પારાને લઈ અને સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં સ્પેશિયલ હીટ સ્ટ્રોક વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે અને તાત્કાલિક ધોરણે 06 જેટલા બેડ વાળા વોર્ડ ઉભા કરવામાં આવ્યા છે અને ત્યાં તમામ પ્રકારની મેડિકલ સ્ટાફ અને મેડિસિન અને ડોક્ટરોની ફાળવણી પણ કરવામાં આવી છે ત્યારે સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો ઊંચો જતા તાત્કાલિક પાસે સિવિલ હોસ્પિટલમાં વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
હાલના તબક્કામાં 43.5 ડિગ્રી સુધી તાપમાન પહોંચી ગયું છે ત્યારે ગરમીથી બચવા માટે તંત્ર દ્વારા વારંવાર અપીલ કરવામાં આવી રહી છે તો બીજી તરફ શહેરી વિસ્તારમાં મુખ્ય માર્ગો ઉપર પાણી છટકાવવાની કામગીરી છાયડો કરવાની કામગીરી ઠંડાપીણાના વિતરણ કરવાની કામગીરી પણ તંત્ર દ્વારા અને મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવે તેવી પણ સ્થાનિક લોકો દ્વારા માંગ કરવામાં આવી છે.
જામનગરમાં મહતમ તાપમનનો પારો 37.5 ડિગ્રી અને લઘુતમ તાપમાનનો પારો રપ ડિગ્રી નોંધાયો હતો. જયારે શહેરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ 80 ટકા રહ્યું હતું તો પવનની ગતિ પ્રતિકલાક 9.8 કિ.મી. નોંધાઇ હતી.

