Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    09 મેનું પંચાંગ

    May 8, 2026

    09 મેનું રાશિફળ

    May 8, 2026

    પરભાતે રવિ ઉગતાં પહેલાં! એ પ્રભાતિયાંમાં નરસિંહ વિવિધ ઉપમા દ્વારાં શું સમજાવે છે?

    May 8, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 09 મેનું પંચાંગ
    • 09 મેનું રાશિફળ
    • પરભાતે રવિ ઉગતાં પહેલાં! એ પ્રભાતિયાંમાં નરસિંહ વિવિધ ઉપમા દ્વારાં શું સમજાવે છે?
    • 8 મે વિશ્વ થેલેસેમિયા દિન. થેલેસેમિયા – સમગ્ર સમાજ માટે પડકાર
    • Digital યુગમાં ગ્રાહક અધિકારોમાં એક નવી ક્રાંતિ: ગ્રાહક ફરિયાદ નિવારણ
    • ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે સાવચેતીનો માહોલ…!!
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • Ahmedabadમાં ફરી ધમધમતું ગેરકાયદે કોલ સેન્ટર ઝડપાયું, રૂ. ૨.૧૭ લાખનો મુદ્દામાલ જપ્ત,૫ની ધરપકડ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, May 8
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»પંચમહાલના હાલોલના વાંકડીયામાં SOGનો દરોડો પાડી બોગસ ડોક્ટર ઝડપ્યો
    ગુજરાત

    પંચમહાલના હાલોલના વાંકડીયામાં SOGનો દરોડો પાડી બોગસ ડોક્ટર ઝડપ્યો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 8, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Dahod ,તા.૮

    પંચમહાલના હાલોલના વાંકડીયામાં એસઓજીનો દરોડો પડયો છે. આ દરોડામાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર ઝડપાયો છે. પશ્ચિમ બંગાળના શખ્સને પોલીસે રંગે હાથ ઝડપી લીધો છે. પકડાયેલા આરોપી પાસેથી દવાઓ અને સાધનો સહિત મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પાવાગઢ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

    પંચમહાલમાં પોલીસે બોગસ ડોક્ટરોને પકડવા માટે અભિયાન આદર્યુ છે. આ અભિયાન હેઠળ આ ધરપકડ કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે તેમને કેટલાય વિસ્તારોમાં બોગસ ડોક્ટરોને લગતી ફરિયાદો મળતા છેવટે તેમણે તેમને પકડવા માટેનું અભિયાન શરૂ કર્યુ હતુ. પોલીસે જણાવ્યું હતું કે બોગસ ડોક્ટરોના લીધે લોકોના જાનમાલ ભયમાં મૂકાયા છે.

    તેમા પણ પોલીસે પકડેલો ડોક્ટર બંગાળી નીકળતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. પોલીસ હવે તે બંગાળી છે કે બાંગ્લાદેશી તે નક્કી કરવામાં લાગી છે. આ બનાવ બતાવે છે કે ગુજરાતમાં ગમે તે બોગસ વ્યક્તિ પોતાનું દવાખાનું ગમે તે વિસ્તારમાં શરૂ કરી દે છે. લોકો પણ તે ખરેખર ડોક્ટર છે કે નહીં તે જોયા વગર તેને ત્યાં દવા લેવા માટે લાઇનો લગાવે છે. તેના પછી કેસ બગડે તો પછી તે સિવિલ કે બીજા મોટા દવાખાનામાં રીફર કરી દેવાય છે.

    તાવ અને દુઃખાવાની ગોળી લોકોને પધરાવી દેવાઈ છે, કોઈપણ પ્રકારનું પરીક્ષણ કરાતુ નથી. સામાન્ય ફી લઈને તપાસતા હોવાથી ગરીબ અને અભણ દર્દીઓની લાઇન લાગે છે. સામાન્ય બીમારી કે તાવમાં તો ઠીક છે, પરંતુ જ્યારે કોઈ ગંભીર બીમારી હોય ત્યારે આ દર્દીઓની તકલીફ વધુ વકરે છે.

    આ પહેલાં રાજ્યમાં નકલી ડોક્ટરોના કૌભાંડની તપાસમાં રાજ્યમાં ૪ હજાર નકલી ડોક્ટર અને ૧૨૮૧ બોગસ ડોક્ટર પ્રેક્ટિસ કરતા હોવાનું સામે આવ્યું હતું. આ નકલી ડોક્ટરો કૌભાંડના તાર સુરત નહિ પરંતુ અમદાવાદ સુધી ફેલાયેલા છે. બોગસ ડિગ્રી લઈ બોગસ ડોક્ટર ઉભા થયા છે જેમાં એક અને એકસો નહિ પરંતુ આ આંકડો હજ્જારો સુધી છે. ૭૦ હજાર રૂપિયા આપી નકલી ડિગ્રી મેળવવાનું કૌભાંડ થતું હોવાનો ઘટસ્ફોટ થતા રાજ્યમાં વધુ એક નકલીના કારોબારનો વેપલો થઈ રહ્યો છે.

    સુરત પોલીસે પકડેલા મુખ્ય સૂત્રધારોની તપાસમાં ઘટસ્ફોટ થયો કે ૧૨૮૧ બોગસ ડોક્ટર પ્રેક્ટિસ કરી રહ્યા છે જ્યારે ૨૭૧૯ નકલી ડિગ્રી ધરાવતા ડોકટરોનો કોઈ અત્તોપતો નથી. મહત્વના બે શહેરો એવા અમદાવાદ અને સુરતમાં નકલી ડિગ્રી કૌભાંડના ખેલ ખેલાયો છે. ડોક્ટર બનવા જરૂરી પરીક્ષા નહી પરંતુ ફક્ત ૭૦ હજાર આપી નકલી ડિગ્રી મેળવવામાં આવે છે. રાજ્યનું એકપણ શહેર કે જિલ્લો બાકી નથી જયાં નકલી ડિગ્રી આપી ન હોય. ૪ હજાર નકલી ડોકટરો ફક્ત ગુજરાતમાં છે. અને સૌથી વધુ સુરતમાં જ્યારે અમદાવાદનો બીજો નંબર છે. પોલીસને સરકારની રજીસ્ટર્ડ સાઈટ પરથી ૧૨૮૧ બોગસ ડોકટરો મળ્યા. આ બોગસ ડોકટરો રાજ્યના કોઈ ખૂણે પ્રેક્ટીસ કરી રહ્યા છે. જ્યારે હજુ પણ ૧૨૮૧ જેટલા નકલી તબીબ પોલીસ પકડથી દુર છે અને ૨૭૧૯નો કોઈ અત્તોપત્તો નથી.

    bogus doctor
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabadમાં ફરી ધમધમતું ગેરકાયદે કોલ સેન્ટર ઝડપાયું, રૂ. ૨.૧૭ લાખનો મુદ્દામાલ જપ્ત,૫ની ધરપકડ

    May 8, 2026
    સુરત

    સુરતમાં ગેરકાયદે Abortion scandalનો પર્દાફાશ, ‘મમતા’ હોસ્પિટલનો ફાર્માસિસ્ટ રામગોપાલ ખંડેલવાલ ઝડપાયો

    May 8, 2026
    સુરત

    સુરતમાં ‘બાય ઇન્ડી’ કંપનીના નામે કરોડોની Fraud, નિવૃત્ત વૃદ્ધ પાસેથી ૫ કરોડથી વધુ પડાવ્યા

    May 8, 2026
    સુરત

    Surat માં જે નાનીએ માં બનીને ઉછેર્યો, તે જ દોહિત્રએ ગળું કાપી પતાવી દીધી!

    May 8, 2026
    રાજકોટ

    Rajkot સહિત રાજ્યના ૩૪૩ જ્યુડિશિયલ ઓફિસરોની બદલી

    May 8, 2026
    જામનગર

    Jamnagar યુવાને પ્રેમ સંબંધમાં નિરાશ થતા જીવન ટૂંકાવ્યું

    May 8, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    09 મેનું પંચાંગ

    May 8, 2026

    09 મેનું રાશિફળ

    May 8, 2026

    પરભાતે રવિ ઉગતાં પહેલાં! એ પ્રભાતિયાંમાં નરસિંહ વિવિધ ઉપમા દ્વારાં શું સમજાવે છે?

    May 8, 2026

    8 મે વિશ્વ થેલેસેમિયા દિન. થેલેસેમિયા – સમગ્ર સમાજ માટે પડકાર

    May 8, 2026

    Digital યુગમાં ગ્રાહક અધિકારોમાં એક નવી ક્રાંતિ: ગ્રાહક ફરિયાદ નિવારણ

    May 8, 2026

    ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે સાવચેતીનો માહોલ…!!

    May 8, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    09 મેનું પંચાંગ

    May 8, 2026

    09 મેનું રાશિફળ

    May 8, 2026

    પરભાતે રવિ ઉગતાં પહેલાં! એ પ્રભાતિયાંમાં નરસિંહ વિવિધ ઉપમા દ્વારાં શું સમજાવે છે?

    May 8, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.