Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ahmedabad: લગ્ન પ્રસંગની અદાવતમાં યુવકની છરીના ઘા ઝીંકી હત્યા

    May 11, 2026

    AI બન્યો ઘાતક! નકલી ચહેરા અને અવાજના જોરે અબજોની ઠગાઈ

    May 11, 2026

    Anandમાં તારાપુર નજીક હાઈવે પર ટ્રક-ટેમ્પોની ટક્કર થતાં ૪ના કમકમાટી ભર્યા મોત

    May 11, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ahmedabad: લગ્ન પ્રસંગની અદાવતમાં યુવકની છરીના ઘા ઝીંકી હત્યા
    • AI બન્યો ઘાતક! નકલી ચહેરા અને અવાજના જોરે અબજોની ઠગાઈ
    • Anandમાં તારાપુર નજીક હાઈવે પર ટ્રક-ટેમ્પોની ટક્કર થતાં ૪ના કમકમાટી ભર્યા મોત
    • Valsadમાં ગરીબી-લાચારી સામે હારેલા પરિવારે સામૂહિક ’ઈચ્છા મૃત્યુ’ની માંગ કરતો પત્ર કલેક્ટરને લખ્યો
    • કચ્છમાં ચોખાની આડમાં દારૂની હેરાફેરી: ભચાઉ LCBએ રૂ.૧.૦૧ કરોડનો મુદ્દામાલ ઝડપી પાડ્યો
    • દાંતામાં Mentally Disabled પુત્રનું પિતા-કાકાએ કાસળ કાઢ્યું
    • સુરત રેલવે સ્ટેશન પર વૃદ્ધના ખિસ્સામાંથી ૪૫ લાખના Gold biscuits ની ચોરી, ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો
    • Gujarat માં ગરમીનો પ્રકોપ યથાવત તો આંધી-વંટોળ અને વરસાદની પણ આગાહી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, May 12
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»સુરત રેલવે સ્ટેશન પર વૃદ્ધના ખિસ્સામાંથી ૪૫ લાખના Gold biscuits ની ચોરી, ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો
    સુરત

    સુરત રેલવે સ્ટેશન પર વૃદ્ધના ખિસ્સામાંથી ૪૫ લાખના Gold biscuits ની ચોરી, ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 11, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surat ,તા.૧૧

    ડાયમંડ સિટીના સુરત રેલવે સ્ટેશન પર ધોળા દિવસે એક વૃદ્ધ મુસાફરને નિશાન બનાવી ?૪૫ લાખની કિંમતના સોનાના ત્રણ બિસ્કિટની ચોરી થતા રેલવે પોલીસ દોડતી થઈ હતી. જૈન દેરાસરના દાન માટે લાવવામાં આવેલા આ સોનાની ચોરીનો ભેદ ઉકેલવા વડોદરા પશ્ચિમ રેલવે લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સુરત રેલવે પોલીસે સંયુક્ત મોરચો સંભાળ્યો હતો. આધુનિક ટેકનોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સના સુમેળથી પોલીસે ૧૦૦ જેટલા સીસીટીવી કેમેરા ફંફોસીને રીક્ષા ચાલકની મદદથી મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડી પૂરેપૂરું સોનું રિકવર કરવામાં મોટી સફળતા મેળવી છે.

    સુરત રેલવે સ્ટેશન પર ભીડનો લાભ ઉઠાવી એક વૃદ્ધ મુસાફરના પેન્ટનું ચોર ખિસ્સું કાપી ૪૫ લાખની કિંમતના સોનાના ત્રણ બિસ્કિટ ચોરી લેવાની ચોંકાવનારી ઘટના બની હતી.

    મળતી વિગતો અનુસાર, મૂળ બનાસકાંઠાના અને હાલ સુરતના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં રહેતા ૭૭ વર્ષીય કાંતિલાલ મહેતા પોતાના વતન ધનાલી ખાતે ગયા હતા. ત્યાં શીતલનાથ જૈન દેરાસરની દાનપેટીમાંથી નીકળેલા ૧૦૦-૧૦૦ ગ્રામના સોનાના ૩ બિસ્કિટ (કુલ ૩૦૦ ગ્રામ) તેઓ સુરતના મંદિરોમાં કોરિડોર બનાવવા માટે દાનમાં આપવા લાવ્યા હતા. ૯ મેના રોજ ભુજ-બાંદ્રા એક્સપ્રેસ ટ્રેનમાં સુરત ઉતરી જ્યારે તેઓ પ્લેટફોર્મ નંબર ૨ પરથી લિફ્ટમાં ચઢ્યા, ત્યારે ભીડનો લાભ લઈ અજાણ્યા તસ્કરે તેમના પેન્ટનું અંદરનું ખિસ્સું કાપી ?૪૫ લાખનું સોનું ચોરી લીધું હતું.

    ઘટનાની ગંભીરતા જોઈ રેલવે એસ.પી. અભય સોનીના માર્ગદર્શન હેઠળ ન્ઝ્રમ્ પી.આઈ. ટી.વી. પટેલ અને સુરત રેલવે પી.આઈ. જે.બી. મીઠાપરાની ટીમો કામે લાગી હતી. પોલીસે સ્ટેશનથી લઈને બહારના પાર્કિંગ સુધીના સીસીટીવી તપાસતા એક શંકાસ્પદ ઇસમ પ્લેટફોર્મ નંબર ૪થી બહાર નીકળી રિક્ષામાં બેસતો જણાયો હતો. વરાછા અને કાપોદ્રા વિસ્તારના આશરે ૧૦૦ જેટલા કેમેરા તપાસ્યા બાદ રિક્ષા નંબર મળી આવ્યો હતો. રિક્ષા ચાલકની પૂછપરછમાં જાણવા મળ્યું કે તેણે પેસેન્જરને વરાછાની શક્તિવિજય સોસાયટી પાસે ઉતાર્યો હતો.

    પોલીસે શક્તિવિજય સોસાયટીમાં વોચ ગોઠવી કરણ શંકર મકવાણા નામના શખ્સને ઝડપી પાડ્યો હતો. કડક પૂછપરછમાં તેણે ચોરીની કબૂલાત કરી જણાવ્યું કે સોનું તેની ભત્રીજી (બાળ કિશોરી)ને આપ્યું છે. બાળકીની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે તેણે સોનું પોતાની દાદી ગીતાબેન અજયભાઈ સોલંકીને આપ્યું હતું. પોલીસે ગીતાબેન પાસેથી ૪૫ લાખની કિંમતના ત્રણેય સોનાના બિસ્કિટ સુરક્ષિત રીતે કબજે કર્યા છે.

    પકડાયેલ મુખ્ય આરોપી કરણ મકવાણા અગાઉ પણ સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં ચોરી અને અન્ય ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

    surat
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સુરત

    સુરતમાં યુવતીને Message કરવા બાબતે મિત્રો વચ્ચે લોહિયાળ જંગ, કારખાનામાં કાતરના ઘા ઝીંકી હત્યા

    May 9, 2026
    સુરત

    ઓસ્ટ્રેલિયાના નામે ૮ લાખનું Fraud, નકલી વિઝા પકડાઈ જતાં મહિલા એજન્ટનો ફિનાઈલ ડ્રામા

    May 9, 2026
    સુરત

    આખરે Sumul Dairyની ચૂંટણીને લઈને ચાલતી અટકળોનો અંત, ૧૫ જુલાઈના રોજ મતદાન યોજાશે

    May 9, 2026
    સુરત

    Surat: શિખામણ આપતી નાનીનું દોહિત્રએ ગળું કાપી નાખ્યું

    May 9, 2026
    સુરત

    સુરતમાં ગેરકાયદે Abortion Scandalનો પર્દાફાશ, ‘મમતા’ હોસ્પિટલનો ફાર્માસિસ્ટ રામગોપાલ ખંડેલવાલ ઝડપાયો

    May 8, 2026
    સુરત

    સુરતમાં કંપનીના નામે કરોડોનું Fraud, નિવૃત્ત વૃદ્ધ પાસેથી ૫ કરોડથી વધુ પડાવ્યા

    May 8, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Ahmedabad: લગ્ન પ્રસંગની અદાવતમાં યુવકની છરીના ઘા ઝીંકી હત્યા

    May 11, 2026

    AI બન્યો ઘાતક! નકલી ચહેરા અને અવાજના જોરે અબજોની ઠગાઈ

    May 11, 2026

    Anandમાં તારાપુર નજીક હાઈવે પર ટ્રક-ટેમ્પોની ટક્કર થતાં ૪ના કમકમાટી ભર્યા મોત

    May 11, 2026

    Valsadમાં ગરીબી-લાચારી સામે હારેલા પરિવારે સામૂહિક ’ઈચ્છા મૃત્યુ’ની માંગ કરતો પત્ર કલેક્ટરને લખ્યો

    May 11, 2026

    કચ્છમાં ચોખાની આડમાં દારૂની હેરાફેરી: ભચાઉ LCBએ રૂ.૧.૦૧ કરોડનો મુદ્દામાલ ઝડપી પાડ્યો

    May 11, 2026

    દાંતામાં Mentally Disabled પુત્રનું પિતા-કાકાએ કાસળ કાઢ્યું

    May 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabad: લગ્ન પ્રસંગની અદાવતમાં યુવકની છરીના ઘા ઝીંકી હત્યા

    May 11, 2026

    AI બન્યો ઘાતક! નકલી ચહેરા અને અવાજના જોરે અબજોની ઠગાઈ

    May 11, 2026

    Anandમાં તારાપુર નજીક હાઈવે પર ટ્રક-ટેમ્પોની ટક્કર થતાં ૪ના કમકમાટી ભર્યા મોત

    May 11, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.