Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Oman and Gujarat ના બંદર વચ્ચે 2000 કિ.મી.ની પાઇપલાઇન બીછાવી ગેસ મેળવાશે

    May 14, 2026

    સંકટ સામે વધુ એક્શન : sugarની નિકાસ પર પ્રતિબંધ

    May 14, 2026

    Aadhaar card ના નિયમોમાં ફેરફાર : નોંધણી માટે વધુ દસ્તાવેજો માન્ય

    May 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Oman and Gujarat ના બંદર વચ્ચે 2000 કિ.મી.ની પાઇપલાઇન બીછાવી ગેસ મેળવાશે
    • સંકટ સામે વધુ એક્શન : sugarની નિકાસ પર પ્રતિબંધ
    • Aadhaar card ના નિયમોમાં ફેરફાર : નોંધણી માટે વધુ દસ્તાવેજો માન્ય
    • Petrol, Diesel ના ભાવ વધારવા જ પડશે : RBI વડાએ છેક સ્વીટઝરલેન્ડમાં કહ્યું
    • Hormuz માંથી ભારતના તમામ 15 ગેસ જહાજ બહાર
    • નવ વર્ષ બાદ પ્રથમ વખત Donald Trump ત્રણ દિવસની ચીનની મુલાકાતે
    • Bangladesh and India વચ્ચે ગંગા નદીના જળ વહેંચણીના વિવાદે નવો વળાંક લીધો છે
    • Ananya Pandey ની નવી ફિલ્મમાં ટોક્સિક રિલેશનશિપની ઝલક
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, May 14
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad: લગ્ન પ્રસંગની અદાવતમાં યુવકની છરીના ઘા ઝીંકી હત્યા
    અમદાવાદ

    Ahmedabad: લગ્ન પ્રસંગની અદાવતમાં યુવકની છરીના ઘા ઝીંકી હત્યા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 11, 2026Updated:May 12, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    હત્યાની આ ઘટના બાદ ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો

    Ahmedabad, તા.૧૧

    અમદાવાદના સનાથલ ગામમાં રવિવારે રાત્રિના સમયે એક હત્યાની ઘટના સામે આવી છે. લગ્ન પ્રસંગમાં સામાન્ય બાબતે થયેલી બોલાચાલી બાદ ઉભી થયેલી અદાવતમાં એક ૩૧ વર્ષીય યુવકની છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને હાલમાં ગામમાં શાંતિ જળવાઈ રહે તે માટે ચાંગોદર પોલીસનો કાફલો ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવ્યો છે.ઘટનાની વિગતવાર માહિતી મુજબ, સનાથલ ગામના મોટુ ફળિયામાં રહેતા દેવેન્દ્રસિંહ ઉર્ફે જીગા ભરતસિંહ ચૌહાણ (ઉ.વ. ૩૧) ગત ૧૦ મેના રોજ બપોરે સાંતેજ ખાતે એક લગ્ન પ્રસંગમાં ગયા હતા. ત્યાં તેમણે આરોપી ચેહર બાબુભાઈ ઠાકોરને પોતાની દૂર પડેલી ગાડી સુધી મૂકી જવા વિનંતી કરી હતી, પરંતુ ચેહરે ના પાડતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ બાબતનું મનદુઃખ રાખીને જ્યારે તેઓ પરત સનાથલ આવ્યા, ત્યારે રાત્રે આશરે ૮ વાગ્યે આરોપીના ઘરે ફરીથી ઝઘડો થયો હતો. ઉશ્કેરાયેલા ચેહર ઠાકોરે દેવેન્દ્રસિંહ પર છરી વડે ઘા ઝીંકી દેતા તેમનું મોત નીપજ્યું હતું. ચાંગોદર પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા મુખ્ય આરોપી ચેહર સહિત બે શખ્સોને રાઉન્ડ અપ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.હત્યાની આ ઘટના બાદ ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાલમાં ગામમાં સ્થિતિ નિયંત્રણમાં છે અને શાંતિપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને કાયદેસરની તપાસ શરૂ કરી છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસ દ્વારા ગામમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે જેથી કોઈ તણાવ ન સર્જાય. સામાન્ય બાબતમાં શરૂ થયેલો વિવાદ એક યુવાનના જીવલેણ અંજામ સુધી પહોંચતા સ્થાનિકોમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ચાંગોદર પોલીસ સ્ટેશન દ્વારા આ મામલે ગુનો નોંધીને આરોપીઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ કેસમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.

    Ahmedabad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ગુજરાત

    Gujarat: તસ્કરોએ ૧૦૬૯ કરોડની ચોરી કરી, ૨૨૧ કરોડ રિકવર

    May 13, 2026
    અમદાવાદ

    Ahmedabad: છેતરપિંડી કેસમાં CBI કોર્ટે સર્વેયર સાથે ૩ને ૩ વર્ષની કેદ ફટકારી

    May 13, 2026
    અમદાવાદ

    લોકસભા, વિધાનસભા બાદ રાજ્યસભામાં પણ ગુજરાતમાં Congressનો સફાયો નિશ્ચિત

    May 12, 2026
    અમદાવાદ

    અમદાવાદના યુવકને સારવાર માટે Rajasthan લઈ ગયા, વીમાના રુપિયા હડપવા માટે મોતને ઘાટ ઉતારી દીધો

    May 12, 2026
    અમદાવાદ

    Ahmedabad Sabarmati મધ્યસ્થ જેલમાંથી કેદી માલદે પરમાર મેનગેટ પરથી ફરાર

    May 12, 2026
    અમદાવાદ

    અમદાવાદમાં Orange Alert, ગુજરાતના ૯ શહેરોમાં ગરમીનો પારો ૪૩ ડિગ્રીને પાર, હજી ચાર દિવસ કોઈ રાહત નહિ

    May 12, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Oman and Gujarat ના બંદર વચ્ચે 2000 કિ.મી.ની પાઇપલાઇન બીછાવી ગેસ મેળવાશે

    May 14, 2026

    સંકટ સામે વધુ એક્શન : sugarની નિકાસ પર પ્રતિબંધ

    May 14, 2026

    Aadhaar card ના નિયમોમાં ફેરફાર : નોંધણી માટે વધુ દસ્તાવેજો માન્ય

    May 14, 2026

    Petrol, Diesel ના ભાવ વધારવા જ પડશે : RBI વડાએ છેક સ્વીટઝરલેન્ડમાં કહ્યું

    May 14, 2026

    Hormuz માંથી ભારતના તમામ 15 ગેસ જહાજ બહાર

    May 14, 2026

    નવ વર્ષ બાદ પ્રથમ વખત Donald Trump ત્રણ દિવસની ચીનની મુલાકાતે

    May 14, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Oman and Gujarat ના બંદર વચ્ચે 2000 કિ.મી.ની પાઇપલાઇન બીછાવી ગેસ મેળવાશે

    May 14, 2026

    સંકટ સામે વધુ એક્શન : sugarની નિકાસ પર પ્રતિબંધ

    May 14, 2026

    Aadhaar card ના નિયમોમાં ફેરફાર : નોંધણી માટે વધુ દસ્તાવેજો માન્ય

    May 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.