Morbi તા 15
મોરબીના જેતપર ગામ નજીક ખરાબાની જગ્યામાં જાહેરમાં જુગાર રમતા હતા ત્યાં એલસીબીની ટીમ દ્વારા જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા શખ્સોમાં નાસભાગ મચી ગઈ હતી જો કે હ, પોલીસે 9 શખ્સોની 70,100 ની રોકડ સહિત કુલ 1,20,100 ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી અને ચાર શખ્સો નાસી છૂટ્યા હોય હાલમાં 13 શખ્સોની સામે ગુનો નોંધીને બાકીના ચાર આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે જેતપર ગામથી દેવડીયા ગામ તરફ જવાના રસ્તા ઉપર પડતર ખરાબાની ખુલ્લી જગ્યામાં જુગાર રમતા હોવાની ચોક્કસ હકીકત મળી હતી.
જેના આધારે એલસીબીની ટીમ દ્વારાત્યાં રેડ કરવામાં આવી ત્યારે સ્થળ ઉપર જુગાર રમી રહેલા શખ્સોમાં નાસભાગ મચી જવા પામી હતી પોલીસને જોઈને ચાર શખ્સો સ્થળ ઉપરથી નાસી ગયા હતા પોલીસ સ્થળ ઉપરથી હાલમાં જુગાર રમતા રણજીત મનસુખભાઈ કોરડીયા (22) રહે રે વેણાસર, અભય ભગવાનજીભાઈ અઘારા (26) રહે. જેતપર, અશ્વિન વીરજીભાઈ ભટાસણા (46) રહે. રવાપર રોડ શાસ્ત્રીનગર મોરબી, ધર્મેન્દ્ર ગોકળભાઈ હમીરપરા (36) રહે. જેતપર, માનસિંગ દેવાભાઈ સોમાણી (55) રહે. વવાણીયા, વિપુલથજયંતીભાઈ ઝાલરીયા (34) રહે મહેન્દ્રનગર, મયંકથ તળશીભાઇ કાવર (34) રહે. મહેન્દ્રનગર, રાહુલથ મનહરભાઈ બોસિયા (25) રહે. જેતપર અને મેહુલથ લાભુભાઈ દેત્રોજા (36) રહે. મહેન્દ્રનગર વાળાને ઝડપી લીધા હતા અને તેઓની પાસેથી 70,100 રોકડા તેમજ 50 હજાર રૂપિયાની કિંમતના 7 મોબાઈલ ફોન આમ કુલ મળીને 1,20100 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો થપોલીસને જોઈને નાસી છુટેલા શખ્સોમાં રાજુથ કડિયા, ઢેકરી અઘારા, રૂપેશ ઉર્ફે રૂપો કલોલા રહે ત્રણેય જેતપર અને શક્તિ કોળી રહે ધનાળા વાળા નો સમાવેશ થાય છે આ 13 શખ્સોની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધીને પોલીસે બાકીના 4 આરોપીઓને પકડવા તજવીજ શરૂ કરેલ છે

