Morbi તા.15
મોરબીના પીપળી ગામ પાસે આવેલ માનસધામ સોસાયટી- 2 ખાતે રહેતા આધેડે તેના ઘરનું લાઈટ બિલ ભરવા પોતાના દીકરાને કહ્યું હતું અને તે બાબતે ઉશ્કેરાઈ જઈને આધેડને તેના દીકરા અને પુત્રવધુ સહિત કુલ ત્રણ વ્યક્તિઓ દ્વારા લાકડાના ધોકા વડે મુઢમાર મારીને ઈજા કરવામાં આવી હતી તેમજ ઘરમાં તોડફોડ કરીને નુકસાની કરી હતી.
જેથી આ બનાવ સંદર્ભે ભોગ બનેલ આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા તજવીજ શરૂ કરેલ છે.મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પીપળી ગામે માનસધામ સોસાયટી- 2 ખાતે રહેતા શીવાભાઈ ગલાભાઈ રાઠોડ (50) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેના પુત્ર જીતેન્દ્રભાઈ શિવાભાઈ રાઠોડ અને પુત્રવધુ લતાબેન જીતેન્દ્રભાઈ રાઠોડ તેમજ મુકેશભાઇ ડાભી નામના ત્રણ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓએ પોતાના દીકરા જીતેન્દ્રને ઘરના લાઈટ બિલને ભરવા માટે કહ્યું હતું જે બાબતે જીતેન્દ્રભાઈએ ઉશ્કેરાઈ જઈને જેમ ફાવે તેમ ગાળો આપી હતી.
તથા તેના પત્નીએ મુકેશભાઈ ડાભીને બોલાવતા તેઓ તેમના ઘરે આવ્યા હતા અને મુકેશભાઈ ડાભીએ પણ ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને લાકડાના ધોકા વડે ફરિયાદી તથા સાહેદને મુંઢ માર મારીને ઈજા કરી હતી .
અને મકાનમાં તોડફોડ કરીને નુકસાન કર્યું હતું તેમજ જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી અને ધમકી આપી હતી હાલમાં ભોગ બનેલ આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે તેના દીકરા અને પુત્રવધુ સહિત કુલ ત્રણ વ્યક્તિઓ સામે ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા તજવીજ શરૂ કરેલ છે
મોરબી તા.15