Morbi તા 16
માળીયા મીયાણા તાલુકાના ભાવપર ગામના રેલવે ફાટક નજીક પાટા ઉપરથી ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે ટ્રેનની હડફેટે આવી જવાના કારણે યુવાનનું મોત નિપજ્યું હતું
ભાવપર ગામે રહેતા રમેશભાઈ બચુભાઈ ચાવડા (47) નામનો યુવાન ગામ નજીક આવેલ રેલવે ફાટક પાસેથી રેલવે ટ્રેક ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રેનની ઝડપે આવી જવાના કારણે તેને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી અને તે યુવાનનું મોત નીપજ્યું હતું આ બનાવની દેવીકાબેન સંજયભાઈ મકવાણા (49) રહે. શ્રી અંબે વિલા એપાર્ટમેન્ટ સાધુ વાસવાણી કુંજ રોડ રેલનગર રાજકોટએ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી.
અને વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે મૃતક યુવાન છેલ્લા પાંચેક વર્ષથી માનસિક અસ્થિર હોય પોતે પોતાના ગામ પાસે આવેલ રેલવે ફાટક પાસે પાટા ઉપરથી ટ્રેન પસાર થતી ટ્રેનની હડફેટે ચડી જતાં તેનું મોત નિપજ્યું છે હાલમાં પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.

