Morbi તા 16
મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ રાજધાની હોટલ પાસે આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર રનફેરનો હારજીતનો જુગાર રમતા હોવાનું ધ્યાન ઉપર આવ્યું હતું જેથી પોલીસે સ્થળ ઉપરથી 10,210 રૂપિયાની રોકડ તથા 5000 રૂપિયાની કિંમતનો એક મોબાઈલ ફોન 15,210 ના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ કરી હતી
મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હળવદ હાઇવે ઉપર આવેલ રાજધની હોટલ પાસે જાહેરમાં મોબાઈલ ફોન ઉપર એનએનએસ 1425 આઈડીના હેન્ડલર સાથે ઓનલાઈન ઓલ નામની એપ્લિકેશનમાંથી આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર રનફેરનો જુગાર રમતા હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે સ્થળ ઉપરથી અશોકભાઈ હીરાભાઈ જોશી (29) રહે. સરતાનપર રોડ કમાન્ડર કારખાનાની ઓરડીમાં ધરપકડ કરી હતી.
તેની પાસેથી 10,210 રૂપિયાની રોકડ તથા 5000 રૂપિયાની કિંમતનો મોબાઇલ ફોન આમ કુલ મળીને 15,210 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને જે આઈડી ઉપરથી જુગાર રમતા હતા તેના હેન્ડલરને પકડવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

