Dhoraji તા.16
ગેરકાયદે પ્રવૃતિ આચરનાર અવેશભાઈ ઈમ્તીયાજભાઈ બેલીમ (રહે. બજાર ચોક, ઓપી ટાવર પાસે ધોરાજી) નામના શખ્સને ધોરાજી સીટી પોલીસ દ્વારા હદપાર કરવામાં આવેલ છે.
આ અંગેની વિગતો એવી છે કે રાજકોટ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર તથા મદદનીશ પો.અ. સિમરન ભારદ્વાજએ અસામાજીક પ્રવૃતિ કરતા ઈસમો વિરૂધ્ધ શખ્ત પગલા લેવા સુચના કરેલ હોય જે અન્વયે ધોરાજી પોલીસ સ્ટેશનના ઈ.ચા. પો.ઈ. એ.બી. કાકડીયા,ની રાહબારી હેઠળ પ્રોહી.ના અવાર નવાર ગુન્હા આચારતો ઈસમ અવેશભાઈ ઈમ્તીયાજભાઈ બેલીમ, વિરૂધ્ધ હદપારી દરખાસ્ત તૈયાર કરી મોકલતા સબ ડીવી.મેજી.એ મજકુર ઈસમને હદપારી કરવાનો હુકમ કરતા હદપારી નોટીસની અમલવારી કરી હદપાર કરેલ છે.
આ આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવતો હોવાનું ખુલ્યું છે. આ કામગીરી પીઆઈ એ.બી.કાકડીયા, એએસઆઈ મહેશભાઈ રાડા, હે.કો. વાસુદેવસિંહ જાડેજા, પંકજભાઈ તલસાણીયા, હે.કો. મિલનભાઈ કાનગડ, રાજુભાઈ ભોળદરીયા, પો.કો. બળદેવભાઈ છેલાણા તથા હર્ષદભાઈ સોઢા દ્વારા કરવામાં આવી હતી.

