Dhoraji , તા. 16
ધોરાજી ખાતે આવતીકાલે રવિવારે અંજુમને ઈસ્લામ મેમણ મોટી જમાત ઓલ ઇંડિયા મેમણ જમાત ફેડરેશન અને ખિદમત એ ખલ્ક કમિટી સહયોગથી આ સમૂહ શાદીનું આયોજન કરવામાં આવેલ છે જેમાં 42 દુલ્હા દુલ્હન ના નિકાહ પઢાવવામાં આવશે.
આ પ્રસંગે ઓલ ઇંડિયા મેમણ જમાત ફેડરેશનના પ્રમુખ ઇકબાલભાઈ ઓફિસર,ઓલ ઇંડિયા મેમણ જમાતના સેક્રેટરી અઝીઝભાઇ મચ્છીવાલા,યુથ વિંગના ચેરમેન ઇમરાભાઇ ફ્રુટવાલા,સહિત તમામ ડેલીગેશન ખાસ મુંબઈથી હાજર રહેશે તેમ ઓલ ઇંડિયા મેમણ જમાત ફેડરેશન ના વાઇસ પ્રેસિડેન્ટ હમીદભાઈ ગોડિલ,અને ઓલ ઇંડિયા મેમણ જમાત ફેડરેશન ઝોનલ સેક્રેટરી નૌશાદભાઈ ગોડિલ,તેમજ યુથ વિંગ ના મહેમુદભાઈ ઝુણઝુણીયા ની યાદી માં જણાવામાં આવેલ છે.
આ તકે કુંડા હોલ ખાતે 4 વાગે સૌરાષ્ટ ક્ધવેન્શન રાખવામાં આવેલ છે જેમાં સૌરાષ્ટ્રભરમાંથી ઓલ ઇંડિયા મેમણ જમાત ફેડરેશન ઝોનલ સેક્રેટરી ક્ષયભ મેમ્બર યુથ વિંગ ઇન્ચાર્જ તેમજ બહોળી સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહેશે.

