Morbi તા 16
મોરબી નજીક આવેલ વેદેહી ફાર્મ પાસે રિક્ષામાંથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને દારૂ, બે મોબાઈલ અને એક રિક્ષા મળીને 90,640 નો મુદ્દામાલ કબ્જે કરીને હાલમાં બે આરોપીની ધરપકડ કરેલ છે
રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ વેદેહી ફાર્મ પાસેથી પસાર થતી રીક્ષા નંબર જીજે 36 ડબલ્યુ 3157 ને રોકીને પોલીસે ચેક કરતા રિક્ષામાં જઈ રહેલા બે શખ્સો પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે 640 ની કિંમતની દારૂની બોટલ તથા 50,000 રૂપિયાની કિંમતની રીક્ષા અને 40,000 રૂપિયાની કિંમતના બે મોબાઈલ ફોન કુલ 90,640 ની કિંમતના મુદ્દામાલ સાથે પોલીસે શાહરૂખ અલ્લારખા શાહમદાર (33) રહે. કુબેર નાથ રોડ ગ્રીન ચોક પાસે તથા સબીર ગફારમોવર (30) રહે. કાલિકા પ્લોટ સાયન્ટિફિક રોડ ધરપકડ કરી હતી તેની પૂછપરછ દરમિયાન દારૂની બોટલ સમીર રફીક પલેજા રહે. કાલિકા પ્લોટ શેરી નં. 6 પાસેથી મેળવી હોવાનું સામે આવતા પોલીસે ત્રણેય સામે ગુનો નોધીને ત્રીજા આરોપીને પકડવા તજવીજ શરૂ કરેલ છે.

