Morbi તા 16
હળવદ તાલુકાનાં ધુળકોટ ગામથી ઘાટીલા ગામ તરફ જવાના રસ્તા ઉપરથી દંપતી તેના બાઈકમાં પસાર થઈ રહ્યું હતું ત્યારે છકડો રીક્ષાના ચાલકે બાઇકને હડફેટે લેતા દંપતીને ઇજા થઈ હતી જેથી ઇજા પામેલ દંપતીને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા.
હળવદ તાલુકાના સુરવદર ગામે રહેતા સંગીતાબેન મહેશભાઈ ગડેસિયા (37)એ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રજની બાબુભાઈ ધોરકડિયા રહે. સુરવદર સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે.
કે, ધુળકોટ ગામથી ઘાટીલા ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ મામાદેવના મંદિરથી થોડે આગળના ભાગમાં ફરિયાદી મહિલા તેના પતિ મહેશભાઈ ગડેશીયાના બાઇક નંબર જીજે 36 એન 2619 માં બેસીને પસાર થઈ રહ્યા હતા ત્યારે આરોપીએ તેની છકડો રીક્ષા હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં બંનેને ફ્રેક્ચર જેવી ઇજા થયેલ છે અકસ્માત સર્જીને આરોપી તેનો છકડો રીક્ષા લઈને નાસી ગયેલ હોય પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

