Gandhinagar,તા.19
ગુજરાતમાં હાલમાં જ દેશમાં પ્રથમ વખત 196 કિલો જેહાદી ડ્રગ કે જેને ગરીબોની `હેરોઈન’ તરીકે પણ ઓળખવામાં આવે છે તે ઝડપાયા બાદ હવે કેન્દ્રીય એજન્સી એન.આઈ.એ. તેની તપાસમાં ઝંપલાવે તેવી ધારણા છે.
તે વચ્ચે રાજય સીઆઈડી ક્રાઈમે હવે રાજય અને દેશ માટે વધુ એક ચિંતાજનક ઘટસ્ફોટમાં ગુજરાતમાં રૂા.225.64 કરોડના શંકાસ્પદ ક્રિપ્ટોકરન્સી શંકાસ્પદ વેલેટ શોધી કાઢયા છે જેનુ સીધુ કનેકશન વૈશ્વિક રીતે પ્રતિબંધીત ઈસ્લામીક સંગઠનો અને ખાસ કરીને પેલેસ્ટાઈનના હમાસ સંગઠન સામે તેના છેડા જોડાય છે.
રાજયમાં ક્રિપ્ટોકરન્સીના જે શંકાસ્પદ વ્યવહારો થાય છે તેની તપાસ આ જેહાદી કડી મળી છે. જેમાં રાજય સીઆઈડી ક્રાઈમ એ એક જ ક્રિપ્ટો વેલેટ મારફત રૂા.226.54 કરોડના વ્યવહારો થયા હતા અને તે નાણા ડાર્ક વેબ મારફત નાર્કોટીક બજાર, ક્રાઈમ સિન્ડીકેટ અને ટેરર ફંડીંગ જેવા અપરાધોમાં પહોંચાડયા હતા.
આ અંગેના ફોરેન્સીક વિશ્લેષણમાં આ વ્યવહારો પેલેસ્ટાઈન આ શક્તિશાળી હમાસ ત્રાસવાદી સંગઠન અને તેની સામે ઈરાન સમર્થીત હોથી સંગઠનનો એક સાથી સંગઠને અંસાર અલ્લાહ, બિનાકા વેલેટ, ગ્રાન્ટેક્ષ, ઈવાને શોર મોનેરો વેલેટ તથા એકસચેંજ માટે મુંબઇની એક કંપની અને અન્ય ડાર્ક માર્કેટપ્લેસ જયાં માદક દ્રવ્યો શસ્ત્રો સહિતની ગેરકાનુની વ્યાપારની હેરાફેરી થાય છે.
તે તમામ સંકળાયેલા હતા. આ અંગે સીઆઈડી ક્રાઈમે અમદાવાદ, મુંબઈ આવી 20થી વધુ લોકોની ધરપકડ કરી છે. જેમાં છ મુખ્ય લોકોની પુછપરછમાં અન્ય ક્રિપ્ટો વેલેટ તથા ડિજીટલ એકાઉન્ટનુ પણ પગેરુ મળ્યુ છે.
આ અંગે મુખ્ય આરોપી મોહસીન સાજીદ તથા અમદાવાદના દાણીલીમડાથી વધુ ઈજાજ અસ્લમખાન પઠાણ, જમાલપુરના મોહમ્મદ ઝઈદ સીદિકી તથા નાવેદ પઠાણ તથા મુંબઇમાંથી પુર્વ કોર્પોરેટરના પુત્રે ચીસ્તી અને ઝિશાન ને ઝડપી લેવાયા હતા.
આ તમામને કોર્ટમાં રજુ કરાયા હતા તે સમયે સીઆઈડી ક્રાઈમે દર્શાવ્યુ કે આ ગેરકાનુની ભંડોળને ક્રિપ્ટોમાં ફેરવીને તે ડાર્ક વેબ મારફત આંતરરાષ્ટ્રીય ગેંગ મારફત મોકલાતો હતો. માનવામાં આવે છે કે આ સાથે કોઈ ગુપ્ત સંવેદનશીલ માહિતી પણ પાસઓન થઈ હતી તથા તેના માસ્ટર માઈન્ડ આ રીતે આંતરરાષ્ટ્રીય ફંડીંગનો નિષ્ણાંત હોવાનું મનાય છે.
આ પ્રકરણમાં સંડોવાયેલા મોલાનીની અગાઉ 2017માં બોગસ કોલ સેન્ટર બારામાં ધરપકડ થઈ હતી તો આ નેટવર્કમાં સંડોવાયેલા કેટલાક માદક દ્રવ્યોના વ્યાપાર સહિતમાં લંડનની જેલમાં છે.

