Rome,તા.20
પાંચ દિવસના વિદેશ પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રોમ પહોંચ્યા હતા. જ્યાં ઇટાલીના વડાપ્રધાન જોર્જિયા મેલોનીએ ભવ્ય-ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. તેઓએ મોદી સાથે સેલ્ફી લીધી હતી.સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને એમ લખ્યું હતું કે `રોમમાં તમારુ સ્વાગત છે. મારા દોસ્ત…’ આ ઉપરાંત કોલોસિયમમાં બન્ને નેતાઓની તસ્વીર પણ જાહેર કરી હતી.
રોમમાં ભારતીય સમુદાયે પણ મોદીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. હોટલમાં તેઓ ભારતીયોને મળ્યા હતા અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં સામેલ થયા હતા. બાળકોને ઓટોગ્રાફ આપ્યા હતા.મોદીને તેમનું ચિત્ર ભેટમાં આપવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદી દ્વારા ઇટાલી સાથે સંરક્ષણ, ઉર્જા, વિજ્ઞાન, ટેકનોલોજી સહિત મહત્વના ક્ષેત્રોમાં કરાર કરવામાં આવનાર છે.

