Louisvilleતા.20
અમેરિકામાં એક કાર્ગો પ્લેન ટેક ઓફ સમયે જ તેનું ડાબી બાજુનું એક એન્જીન અલગ થઈ જતા વિમાન ધડાકા સાથે ફરી જમીન પર અથડાયુ હતું જેમાં 15 લોકોના મોત થયા હતા.
લુઈસવિલેથી આ વિમાનથી ઉડાન માટે રનવે પર આગળ વધીને પછી ટેક ઓફ થયું અને હવે માંડ એક મિનિટ હવામાં રહ્યું ત્યાં જ ધડાકા સાથે તેનુ ડાબી બાજુનુ એન્જીન વિમાનથી અલગ થઈ ગયુ હતું.
વિમાન ધડાકા સાથે નીચે પટકાયું અને અગનગોળો બની ગયું જેમાં 15 લોકો માર્યા ગયા હતા. વિમાનનું એન્જીન તથા થોડો ભાગ થોડે દુર પડેલો જોવા મળ્યો હતો.

