New Delhi,તા.20
ઈરાન યુદ્ધના કારણે દેશમાં સર્જાયેલી કટોકટીમાં હવે એક તરફ ઈંધણ કરકસર અને સોનાની આયાત પર નિયંત્રણ જેવા પગલાથી સરકાર વિદેશી હુંડીયામણ બચાવવા માટે પ્રયાસ કરી રહી છે.
જો કે હજું યુદ્ધ અંગે કોઈ આખરી જવાબ નથી મળતો અને ક્રુડતેલ સતત મોંઘુ બની રહ્યું છે. રૂપિયો પણ નવી નીચી સપાટી પર ગગડે છે તેની ચાલુ ખાતા- વ્યાપાર ખાધ વધતી જતા સરકાર દેશમાં બિન આવશ્યક આયાતને ઘટાડવા આગળ વધી હોય છે.
સરકારની વ્યાપાર ખાધ હવે માર્ચમાં 20.7 બિલિયન ડોલર હતી તે વધીને 28.4 બીલીયન ડોલર થઈ છે અને રૂપિયો પણ 97ની સપાટી નજીક છે તેમાં સરકારે એક તાકીદની બેઠક બોલાવી છે.
જેમાં આયાત બિલ વધારતી બિનજરૂરી આયાતોની યાદી તૈયાર કરી તેમાં નિયંત્રણો મુકશે. ખાસ કરીને લકઝરી આયાતો તેમાં સામેલ થશે. વ્યાપાર ઉદ્યોગને કાચામાલ કે નિર્ણયમાં કોઈ પ્રશ્ન ન સર્જાય તે પણ સરકાર નિશ્ચિત કરશે.
એક તરફ ભારત એક બાદ એક દેશો સાથે ફ્રી-ટ્રેડ કરાર કરી રહ્યો છે તે સમયે આ પ્રકારના નિયંત્રણ કેટલા સ્વીકાર્ય બનશે તે પણ પ્રશ્ન છે. સરકારે વ્યાપાર સહિતના મંત્રાલયને આ પ્રકારની આયાતની યાદી તૈયાર કરવા જણાવ્યુ છે.

