New Delhi,તા.20
છેક 1950થી ભારત સરકાર નેશનલ સેમ્પલ સર્વેથી લોકોના ઘરેલુ ખર્ચ, શિક્ષણ-સ્વાસ્થ્ય સેવા- ભાડા વિ. જે સામાન્ય અને આવશ્યક ખર્ચ કરે છે જેના પરથી ડેટા તૈયાર કરીને લોકોની આવક અંગે પણ માહિતી મેળવવા પ્રયાસ કરે છે પણ જે રીતે દેશમાં એક વિશાળ-વર્ગ અંધાધુંધ ખર્ચ કરે છે.
હવે મધ્યમવર્ગના પરિવાર પણ કાર માલીક થઈ ગયા છે. મોંઘી હોટેલો-પ્રવાસન વિ. પાછળ ખર્ચ વધ્યા છે અને તેનાથી દેશના લોકોની ખરેખર આવક કેટલી તે પ્રશ્ન સતત પૂછાઈ રહ્યો છે.
હવે સરકાર આર્થિક ડેટા મેળવવાનો ટ્રેક જ બદલી રહી છે. હાલની 75 વર્ષની સીસ્ટમ બદલાશે. વાહનમાં લોકોની સાચી આવક અંગેનો આવકવેરા વિભાગ પણ જાણી શકતુ નથી. બીજી તરફ દેશમાં હવે આવક મેળવવાના જે નવા સ્ત્રોત પેદા થયો છે તે સરકારની ગણતરીની બહાર છે.
સરકાર સ્વીકારે છે કે, મોટાભાગના લોકો પોતાની વાસ્તવિક આવક છુપાવે છે. પગારદાર કર્મચારીઓ જેની સેલેરી સ્લીપ આવતી હોય છે. તેઓની વાસ્તવિક આવક પણ વધુ હોઈ શકે છે.
બીજી તરફ ભારતમાં અસંગઠીત ક્ષેત્રમાં કામ કરતા લોકોની વાસ્તવિક આવકનો ખ્યાલ મેળવવો મુશ્કેલ છે ખેતી પર 40%થી વધુ લોકો નિર્ભર છે તો નાના વ્યાપારી-દુકાનદારો સ્વરોજગાર પર કમાણી કરતા કારીગરોની વિશાળ શ્રેણી અને તેમાં હવે ગીગ-ઈકોનોમી જેમકે વિવિધ ડીલીવરી બોય- ડીજીટલ કન્ટેન્ટથી થતી કમાણી આ તમામમાં કોઈ સેલેરી સ્લીપ હોતી નથી. એક જ પરિવારમાં કમાણીના બે-ચાર સ્ત્રોત હોય છે. લોકો સાચી માહિતી આપતા નથી.
હવે નવા સર્વેનો ઉદેશ કમાણીની બદલતી જતી સીસ્ટમ નવા બીઝનેસ મોડેલ તથા એકજ વ્યક્તિ અથવા એક જ પરિવાર અનેક રીતે કમાણી કરતા હોય છે. સરકાર તે રીતે આર્થિક અસમાનતા જે વધી રહી છે તેને પણ કયાંક સમજવા કોશીશ કરશે. વાસ્તવમાં લોકોની આવકને તથા ખર્ચને અસર કરે તેવા નવા ફેકટર પણ સર્જાયા છે.
સરકારે ફુગાવો નિશ્ચિત કરવાની પદ્ધતિ પણ બદલી છે તથા આવક-ખર્ચ એ વ્યક્તિગત માનસીકતા પર પણ આધાર રાખે છે. કોઈ કરકસર કરવાવાળા મહીને રૂા.50000 કમાતા હોય અને 15000 જ ખર્ચ કરે છે તો હાલ જે રીતે અનેક પ્રકારે ધિરાણ-ચાર્જ ખરીદો. બાદમાં ચુકવો. `હપ્તા સીસ્ટમ’ ઉપલબ્ધ બન્યા છે તેથી ખર્ચની કોઈ ખાસ પેટર્ન પણ જાણવી મુશ્કેલ છે કે તેની ખરેખર આવક મુજબ ખર્ચ છે કે પછી તે મર્યાદા બહારનો ખર્ચ કરે છે.
હવે સરકાર સીધી રીતે તમારી ખર્ચ પેટર્ન નિશ્ચિત કરીને તમારી આવક કેટલી તે પૂછશે! તથા આવકની અનિશ્ચિતતા પણ આવશે. જેમકે ડિલીવરી બોય તહેવારો સમયની સીઝનમાં જે કમાતા હોય તે વધુ હોય છે.
વાસ્તવમાં ભારતમાં કે-શેપ ઈકોનોમી- એક મોટા વર્ગની કમાણી ઘટી રહી છે. તો થોડા વર્ગની વધી રહી છે તે પેટર્ન કેમ બદલવી તે પણ નિશ્ચિત કરવા માંગે છે. જો કે લોકો કેટલી સાચી માહિતી આપશે તે પ્રશ્ન છે તેથી આ વ્યવસ્થા ભારતીય અર્થતંત્રનો એકસ-રે કરવા જેવો હશે.

