Tokyo,તા.20
ભૂકંપના સૌથી સંવેદનશીલ ક્ષેત્રમાં આવેલા જાપાનમાં આજે સવારે દક્ષિણના ક્ષેત્ર કોગોશીયામાં 5.9ની તિવ્રતાના ભૂકંપ અને અનેક આફટર શોક આવ્યા હતા. જેના કારણે લોકોમાં ગભરાટ સર્જાઈ ગયો હતો.
જો કે કોઈ જાનહાની થઈ નથી. પરંતુ લોકો ગભરાટના કારણે ખુલ્લામાં દોડી આવ્યા હતા. દક્ષિણ ક્ષેત્રમાં આવેલા કાગોશિયા અને ઓકીનાવામાં આ ભૂકંપની અસર જોવા મળી હતી. ભૂકંપનું ભૂમિબિન્દુ ઓકીનાવાના મુખ્ય ટાપુ પર હતુ પણ સુનામીનો કોઈ ખતરો નથી.
અમેરિકી ભૂકંપ આવક કચેરીના અહેવાલ મુજબ ભૂકંપનું ભૂમિબિન્દુ જમીનમાં 49 કી.મી. અંદર હતું તેથી તેની તિવ્રતા ઘટી હતી. કાગોશીયા અને તેની આસપાસના ક્ષેત્રો ભૂકંપ માટે જાણીતા છે.

