Janhvi Kapoor પોતાનો રોલ કપાતાં નારાજ હોવાની ચર્ચા
મુંબઈ, તા.૨૧
સાઉથની ફિલ્મ ‘પેડ્ડી’ની ટીમ Janhvi Kapoor નાં નખરાંઓથી નારાજ થઈ ગઈ હોવાનું કહેેવાય છે. ફિલ્મના પ્રમોશન દરમિયાન Janhvi Kapoor ના એટિટયુડથી અન્ય લોકો પરેશાન થઈ રહ્યા છે. આ ફિલ્મમાં જાહ્નવીનો રોલ બહુ કપાઈ ગયો હોવાથી હવે તે પ્રમોશન વખતે નખરાં દેખાડી રહી હોવાનું કહેવાય છે. મુંબઈમાં ટ્રેલર લોન્ચ વખતે Janhvi Kapoor એક કલાક મોડી આવી હતી. પરિણામે રામ ચરણ મીડિયાકર્મીઓના પ્રશ્રોત્તરીથી બચવા કારમાં જ બેસી રહ્યો હતો. પ્રમોશન માટે સમયસર પહોંચેલા અન્ય કલાકારોએ પણ ગુસ્સો વ્યક્ત કર્યો હતો. બોલિવુડ વર્તુળોમાં ચર્ચા અનુસાર ફિલ્મ સાઈન કરતી વખતે Janhvi Kapoorને કહેવાયું હતું કે તેની ફિલ્મમાં બહુ લાંબી અને મહત્વની ભૂમિકા હશે. જોકે, ફિલ્મનો ફાઈનલ કટ જોયા પછી જાહ્નવીને ખ્યાલ આવ્યો હતો કે તેની ભૂમિકા તદ્દન ગૌણ અને એકદમ ટૂંકી છે. તે પછી તેણે પોતે આ ફિલ્મનાં પ્રમોશનમાં ભાગ નહિ લે તેવો નિર્ણય કર્યો હતો. જોકે, નિર્માતાઓએ તેને જણાવ્યું હતું કે કરારના ભાગરુપે તે પ્રમોશનમાં હાજરી આપવા બંધાયેલી છે.
Trending
- Tankara માં તસ્કરો દુકાનનું શટર તોડી 53 હજારથી વધુની Tobacco ચોરી ગયા
- Morbi માં અપમૃત્યુના ત્રણ બનાવમાં એક મહિલા સહીત ત્રણ મોત
- Morbi માં ઇન્સ્ટન્ટ લોનના નામે વેપારી સહીત બે વ્યક્તિ સાથે 88,500 ની લોન Fraud
- Morbi ની યુવતીનો Snapchatથી સંપર્ક કરી ન્યુડ ફોટો વાયરલ કરવાની ધમકી આપી અપહરણ બાદ દુષ્કર્મ
- સાવરકુંડલા ગામે રાજુલાના બાબરીયાધારના યુવકની કુહાડી-પાઈપના ઘા ઝીંકી Murder
- જામનગરમાં વધુ એક કુખ્યાત ગેંગ સામે પોલીસ દ્વારા ’Gujsitok’ અંગેનો ગુનો
- Porbandar માં સગાઈ તોડવાનો ખાર રાખી ભાવી નણંદનું ઢીમ ઢાળી દીધું
- પડધરીમાં ઘરમાં ગોડાઉન માંથી રૂ.4.62 લાખનો Alcohol ઝડપાયો

