સાથે કામ કરવા હવે આતુર
મુંબઈ, તા.૨૧
Ranveer Singh હાલમાં સિઝનનો સૌથી મોટો સ્ટાર બની ગયો છે, કારણ કે સુપરસ્ટારે સતત ઇન્ડસ્ટ્રીની બે હિટ ફિલ્મો આપી છે. આજે દરેક નિર્માતા, દિગ્દર્શક અને બ્રાન્ડની યાદીમાં તે ટોચ પર છે. માત્ર ચાર મહિનામાં જ તેણે ધમાકેદાર પરિણામો સાથે પોતાને બોક્સ ઓફિસના કિંગ તરીકે સાબિત કરી દીધો છે.હવે એવા અહેવાલો છે કે, આ મહિનાની શરૂઆતમાં આદિત્ય ચોપરા અને Ranveer Singh વચ્ચે એક બંધ બારણે બેઠક યોજાઈ હતી. એક સુત્રે જણાવ્યું, “Ranveer Singh ની સફળતા આદિત્ય ચોપરાને વ્યક્તિગત ખુશી જેવી લાગી, કારણ કે રણવીરને લોન્ચ કરનાર અને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેની કારકિર્દીનો પાયો નાખનાર તેઓ જ હતા. ગયા શુક્રવારે બંને રૂઇહ્લ ખાતે મળ્યા હતા અને આ બેઠક દરમિયાન તેમણે એકબીજાને ભેટીને જૂના મતભેદો પણ દૂર કર્યા હતા. બંને વચ્ચે લાંબી ચર્ચા થઈ, જેમાં ભવિષ્યની યોજનાઓ, સાથે કામ કરવાની ઇચ્છા અને ‘ધુરંધર’ની સફળતા જેવા મુદ્દાઓ સામેલ હતા.”સુત્રે વધુમાં જણાવ્યું કે આદિત્ય ચોપરા અને Ranveer Singh ભવિષ્યમાં સંભવિત કામ અંગે પણ ચર્ચા કરી હતી. સુત્રએ આગળ જણાવ્યુ, “Ranveer Singh અને આદી બંને મોટા પાયાની ફીચર ફિલ્મ માટે સાથે કામ કરવા આતુર છે. આદિત્ય ચોપરાએ રણવીરને આગામી છ મહિનામાં એક મોટી ફિલ્મ સાથે સંપર્ક કરવાનો વાયદો કર્યો છે અને રણવીર પણ આ પ્રતિભાશાળી ફિલ્મમેકરની ઓફરની રાહ જોઈ રહ્યો છે.” Ranveer Singh હાલમાં જબરદસ્ત ફોર્મમાં છે. તેણે અમીશ ત્રિપાઠીની બેસ્ટસેલિંગ નવલકથા ‘ઇમોર્ટલ્સ ઓફ મેલુહા’ના અધિકારો પણ મેળવી લીધા છે અને આ પ્રોજેક્ટ હાલમાં ડેવલપમેન્ટ સ્ટેજમાં છે. હવે રણવીર સિંહ અને રૂઇહ્લનાં ફરી જોડાણની આતુરતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે, કારણ કે આ બેનર સાથે તેનું પુનરાગમન રણવીર માટે ઘરવાપસી જેવું માનવામાં આવે છે.
Trending
- Tankara માં તસ્કરો દુકાનનું શટર તોડી 53 હજારથી વધુની Tobacco ચોરી ગયા
- Morbi માં અપમૃત્યુના ત્રણ બનાવમાં એક મહિલા સહીત ત્રણ મોત
- Morbi માં ઇન્સ્ટન્ટ લોનના નામે વેપારી સહીત બે વ્યક્તિ સાથે 88,500 ની લોન Fraud
- Morbi ની યુવતીનો Snapchatથી સંપર્ક કરી ન્યુડ ફોટો વાયરલ કરવાની ધમકી આપી અપહરણ બાદ દુષ્કર્મ
- સાવરકુંડલા ગામે રાજુલાના બાબરીયાધારના યુવકની કુહાડી-પાઈપના ઘા ઝીંકી Murder
- જામનગરમાં વધુ એક કુખ્યાત ગેંગ સામે પોલીસ દ્વારા ’Gujsitok’ અંગેનો ગુનો
- Porbandar માં સગાઈ તોડવાનો ખાર રાખી ભાવી નણંદનું ઢીમ ઢાળી દીધું
- પડધરીમાં ઘરમાં ગોડાઉન માંથી રૂ.4.62 લાખનો Alcohol ઝડપાયો

