Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Junagadh: રેલવે સ્ટેશનેથી મુસાફરના થેલામાંથી રૂ. 1.36 લાખની મતા કાઢી જનાર તસ્કર ઝબ્બે

    June 23, 2026

    Jasdan: ભાડલા ભંડારિયામાં પ્રેમલગ્નનો ખાર રાખી બનેવી પર હુમલો

    June 23, 2026

    Surendranagar: ટ્રેલર અને રિક્ષા વચ્ચેની ટક્કરમાં ત્રણ યુવાનોના મોત

    June 23, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Junagadh: રેલવે સ્ટેશનેથી મુસાફરના થેલામાંથી રૂ. 1.36 લાખની મતા કાઢી જનાર તસ્કર ઝબ્બે
    • Jasdan: ભાડલા ભંડારિયામાં પ્રેમલગ્નનો ખાર રાખી બનેવી પર હુમલો
    • Surendranagar: ટ્રેલર અને રિક્ષા વચ્ચેની ટક્કરમાં ત્રણ યુવાનોના મોત
    • શાળા પ્રવેશોત્સવ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલો વારસો બન્યો પ્રગતિનો પ્રવેશોત્સવ: CM
    • Gir Somnath સુત્રાપાડા પો.સ્ટે. વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે એકને ઝડપ્યો
    • Morbi: Jetpar ઉપવાસ આંદોલનમાં બે આંદોલનકારી મહિલાઓની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા
    • ગુરુવારે શિવયોગ મા Bhima Agiaras and Vedamata Gayatri જયંતિ
    • Kamakhya Temple માં અંબુબાચી મહાયોગનો પ્રારંભઃ ભક્તો ઉમટ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 23
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Sabarkanthaના ઝીંઝવામાં મહાકાળી મંદિરના મહંતની હત્યાનો ભેદ ઉકેલાયો, પાંચ આરોપીઓની ધરપકડ
    સૌરાષ્ટ્ર

    Sabarkanthaના ઝીંઝવામાં મહાકાળી મંદિરના મહંતની હત્યાનો ભેદ ઉકેલાયો, પાંચ આરોપીઓની ધરપકડ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 27, 2026Updated:May 28, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    હિંમતનગર,તા.૨૭

    Sabarkantha જિલ્લાના ઈડર તાલુકાના ઝીંઝવા ગામમાં આવેલ મહાકાળી મંદિરના મહંત પૂર્ણાનંદ સ્વામીની સાત મહિના અગાઉ થયેલી નિર્દય હત્યાનો આખરે ઈડર પોલીસે ભેદ ઉકેલી સમગ્ર કાવતરાનો પર્દાફાશ કર્યો છે. લૂંટના ઇરાદે મંદિરમાં ઘૂસેલા પાંચ યુવકોએ મહંત જાગી જતા તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરી હત્યા નિપજાવી હતી. સાત મહિના સુધી અંધારામાં રહેલો આ કેસ હવે પોલીસની ટેક્નિકલ તપાસ, સર્વિલન્સ, એસઓજી, એલસીબી અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ખુલ્યો છે.

    મુખ્ય આરોપી હિમેશ ઉર્ફે માર્ટિન અન્સારીની ધરપકડ બાદ માત્ર મહંત હત્યાનો જ નહીં પરંતુ થોડા દિવસ અગાઉ બનેલી બીજી એક યુવક હત્યાનો પણ ભેદ ખુલતા ઈડર પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસ દ્વારા પાંચેય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ અને રિમાન્ડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જો કે તમામ આરોપીની ઈડર પોલીસે ધરપકડ કરી છે.

    ઓક્ટોબર ૨૦૨૫ની વરસાદી રાત્રે ઝીંઝવા અને રેવાસ ગામની વચ્ચે આવેલ મહાકાળી મંદિરની મઢૂલીમાં લાખો રૂપિયાના દાગીના અને રોકડ રકમ હોવાની બાતમી મળતાં પાંચેય યુવકોએ અગાઉથી જ ચોરીનું કાવતરું રચ્યું હતું. રાત્રિના અંધકારમાં આરોપીઓ મંદિર સુધી પહોંચ્યા હતા અને મંદિરમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો. તે દરમિયાન ભારે પવનના કારણે મંદિરના દરવાજા અથડાતા અવાજ થયો અને અંદર સૂતા મહંત પૂર્ણાનંદ સ્વામી જાગી ગયા હતા.

    મહંત જાગતા જ આરોપીઓ ગભરાઈ ગયા અને ચોરીનો ભાંડો ફૂટી ન જાય તે માટે મહંત પર છરી વડે હુમલો શરૂ કર્યો હતો. આરોપીઓએ ગળાના તેમજ પીઠના ભાગે ઉપરા ઉપરી ઘા ઝીંકતા મહંત લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. ત્યારબાદ આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. બીજા દિવસે મંદિરના મહંતની હત્યાની ખબર ફેલાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી અને લોકોમાં ભારે રોષ ફેલાયો હતો.

    ઇડર ડીવાયએસપી, સ્મિત ગોહિલ એ જણાવ્યું કે, “આ હત્યાના ગુનાને ઉકેલવા ઈડર પોલીસે એસઆઈટી બનાવી સતત સાત મહિના સુધી અલગ અલગ દિશામાં તપાસ શરૂ રાખી હતી. પોલીસ દ્વારા ટેક્નિકલ સર્વિલન્સ, મોબાઈલ લોકેશન, હ્યુમન રિસોર્સ અને ગુપ્ત બાતમીદારોની મદદથી આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન થોડા દિવસ અગાઉ ઝાંઝરી બોર્ડર નજીક થયેલી એક યુવક હત્યાની તપાસ દરમિયાન સમગ્ર મામલામાં મોટો વળાંક આવ્યો હતો. વાસડોલ ગામના યુવક રાહુલ વાઘેલા સાથે પાર્ટી દરમિયાન થયેલી બોલાચાલીમાં મુખ્ય આરોપી હિમેશ ઉર્ફે માર્ટિન અન્સારીએ યુવકની હત્યા કરી ફરાર થઈ ગયો હતો.”

    ઈડર પોલીસની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, હિમેશ કચ્છ જિલ્લામાં ખાનગી કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરી રહ્યો છે. પોલીસે કચ્છ જિલ્લા માંથી તેને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી હતી. શરૂઆતમાં ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરનાર આરોપી આખરે કડક પૂછપરછમાં તૂટી પડ્યો અને ઝીંઝવા મહાકાળી મંદિર હત્યાકાંડમાં પોતાનો હાથ હોવાની કબૂલાત કરી હતી. ત્યારબાદ પોલીસે અન્ય સાથીદાર યુવક મિત્રો રોહિત જુજારજી વણઝારા, અંકુર કાંતીભાઈ પાંડવ, રવિ ઉર્ફે જાની વાઘેલા અને જીતેન્દ્ર ઉર્ફે જેકી અસોડાને પણ ઝડપી પાડ્યા હતા. તપાસમાં બહાર આવ્યું કે પાંચેય આરોપીઓએ મળીને ચોરી અને લૂંટના ઇરાદે સમગ્ર કાવતરું ઘડ્યું હતું અને ચોરી દરમિયાન મહંત જાગી જતા હત્યા કરી હતી.જે આરોપીઓની ધરપકડ કરાઇ છે તેમાં હિમેષ ઉર્ફે માર્ટીન પ્રકાશભાઇ અસારી (રહે.વેજપુર, તા.ભિલોડા જી.અરવલ્લી) રોહિત જુજારજી વણઝારા (રહે.મુડેટી પાટીયા, તા.ઈડર, જી.સાબરકાંઠા) અંકુર કાંતીભાઇ પાંડવ (રહે.ઝુમસર છાપરા, તા.ભિલોડા જી.અરવલ્લી) રવિ ઉર્ફે જાની ભરતભાઇ વાઘેલા (રહે.ચિત્રોડા, તા.ઈડર, જી.Sabarkantha)

    જીતેન્દ્ર ઉર્ફે જેકી રામજીભાઇ (અસોડા રહે.સારણ મલાસા, તા.ભિલોડા જી.અરવલ્લી પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું કે, મુખ્ય આરોપી હિમેશ ઉર્ફે માર્ટિન અન્સારી અગાઉથી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેના સામે ભિલોડા સહિત અન્ય પોલીસ મથકોમાં ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. અન્ય આરોપીઓ સામે પણ મારામારી, પ્રોહિબિશન અને અન્ય ગુનાઓની વિગતો બહાર આવી રહી છે. પોલીસ હવે આરોપીઓના જૂના ગુનાઓ તેમજ અન્ય કોઈ ગુનાહિત ગેંગ સાથે સંડોવણી છે કે નહીં તેની પણ તપાસ કરી રહી છે.

    Sabarkantha
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Junagadh: રેલવે સ્ટેશનેથી મુસાફરના થેલામાંથી રૂ. 1.36 લાખની મતા કાઢી જનાર તસ્કર ઝબ્બે

    June 23, 2026
    સૌરાષ્ટ્ર

    Jasdan: ભાડલા ભંડારિયામાં પ્રેમલગ્નનો ખાર રાખી બનેવી પર હુમલો

    June 23, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar: ટ્રેલર અને રિક્ષા વચ્ચેની ટક્કરમાં ત્રણ યુવાનોના મોત

    June 23, 2026
    સૌરાષ્ટ્ર

    Gir Somnath સુત્રાપાડા પો.સ્ટે. વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે એકને ઝડપ્યો

    June 23, 2026
    સૌરાષ્ટ્ર

    જૂનાગઢની કરોડોની ફૂડ ટેસ્ટિંગ લેબ હજુ અધૂરી, ૫ કરોડની મશીનરી છતાં સેમ્પલ માટે વડોદરા પર નિર્ભરતા

    June 23, 2026
    સૌરાષ્ટ્ર

    Jasdanમાં પિતા અને અઢી વર્ષની પુત્રીના મૃતદેહ મળતા ચકચાર, પોલીસ તપાસ શરૂ

    June 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Junagadh: રેલવે સ્ટેશનેથી મુસાફરના થેલામાંથી રૂ. 1.36 લાખની મતા કાઢી જનાર તસ્કર ઝબ્બે

    June 23, 2026

    Jasdan: ભાડલા ભંડારિયામાં પ્રેમલગ્નનો ખાર રાખી બનેવી પર હુમલો

    June 23, 2026

    Surendranagar: ટ્રેલર અને રિક્ષા વચ્ચેની ટક્કરમાં ત્રણ યુવાનોના મોત

    June 23, 2026

    શાળા પ્રવેશોત્સવ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલો વારસો બન્યો પ્રગતિનો પ્રવેશોત્સવ: CM

    June 23, 2026

    Gir Somnath સુત્રાપાડા પો.સ્ટે. વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે એકને ઝડપ્યો

    June 23, 2026

    Morbi: Jetpar ઉપવાસ આંદોલનમાં બે આંદોલનકારી મહિલાઓની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા

    June 23, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Junagadh: રેલવે સ્ટેશનેથી મુસાફરના થેલામાંથી રૂ. 1.36 લાખની મતા કાઢી જનાર તસ્કર ઝબ્બે

    June 23, 2026

    Jasdan: ભાડલા ભંડારિયામાં પ્રેમલગ્નનો ખાર રાખી બનેવી પર હુમલો

    June 23, 2026

    Surendranagar: ટ્રેલર અને રિક્ષા વચ્ચેની ટક્કરમાં ત્રણ યુવાનોના મોત

    June 23, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.