Rajkot તા.૩૦ઃ
Rajkot ડિવિઝન હેઠળના પીપળી રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધાઓના અપગ્રેડેશન (વિકાસ) ના હેતુથી ફૂટ ઓવર બ્રિજ () અને નવા પ્લેટફોર્મનું નિર્માણ કાર્ય પ્રગતિ હેઠળ છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, ઉપરોક્ત કાર્યના પગલે ઓખા-ભાવનગર એક્સપ્રેસ ટ્રેનનું પીપળી સ્ટેશન પરનું સ્ટોપેજ (ઠેરાવ) અસ્થાયી ધોરણે રદ કરવામાં આવ્યું છે.
ટ્રેન સંખ્યા ૧૯૨૧૦ ઓખાભાવનગર એક્સપ્રેસનું પીપળી સ્ટેશન પરનું સ્ટોપેજ, જે અગાઉ ૩૧ મે, ૨૦૨૬ સુધી રદ કરવામાં આવ્યું હતું, તે હવે લંબાવીને ૩૧ જુલાઈ, ૨૦૨૬ સુધી કરવામાં આવ્યું છે.

