Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Amreli ગે ડેટિંગ એપ પર મેસેજ અને પછી વીડિયો ઉતારી લૂંટ

    May 30, 2026

    રાજકોટ Dhirendra Shastri ગરમ સળિયો પકડે તો ૧૦૧ ડોલર આપીશ

    May 30, 2026

    Madhya Pradesh ટ્રેક્ટર ટ્રોલી પલટી ખાઇ જતાં ૬ ભક્તોના મોત, ૪૦ ઈજાગ્રસ્ત

    May 30, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Amreli ગે ડેટિંગ એપ પર મેસેજ અને પછી વીડિયો ઉતારી લૂંટ
    • રાજકોટ Dhirendra Shastri ગરમ સળિયો પકડે તો ૧૦૧ ડોલર આપીશ
    • Madhya Pradesh ટ્રેક્ટર ટ્રોલી પલટી ખાઇ જતાં ૬ ભક્તોના મોત, ૪૦ ઈજાગ્રસ્ત
    • એશિયન ગેમ્સના ટ્રાયલ્સમાં Vinesh Phogatની શાનદાર જીત
    • Sai Sudarshan નું બેડ લક ! બીજી વખત અનોખા અંદાજમાં આઉટ
    • ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને બિહારમાં Rain-આંધીનો કહેર, ૨૬ લોકોના મોત
    • ચોમાસું Keralaના દરિયાકાંઠે પાંચ દિવસથી ૩૦-૩૫ કિમી દૂર અટવાયું
    • જેટલી ફોર્સ બોલાવવી હોય બોલાવી લો, હું સરકારી નિવાસ ખાલી નહીં કરુઃ Rabri Devi
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, May 30
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Amreli ગે ડેટિંગ એપ પર મેસેજ અને પછી વીડિયો ઉતારી લૂંટ
    સૌરાષ્ટ્ર

    Amreli ગે ડેટિંગ એપ પર મેસેજ અને પછી વીડિયો ઉતારી લૂંટ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 30, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Amreli, તા.૩૦

    ડિજિટલ દુનિયા જેટલી આધુનિક છે, એટલી જ તે ગુનેગારો માટે હવે નવું હથિયાર બની રહી છે. Amreli જિલ્લાના બાબરા તાલુકાના એક યુવાનને સોશિયલ મીડિયા અને ગ્રાઇન્ડર નામની ગે ડેટિંગ એપના માધ્યમથી પ્રેમની જાળમાં ફસાવી, અવાવરુ જગ્યાએ બોલાવી, છરીની અણીએ નિર્વસ્ત્ર કરી વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હજારો રૂપિયાની લૂંટ ચલાવવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. જોકે, અમરેલી પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં જ આ હનીટ્રેપ ગેંગના તમામ ૬ સાગરીતોને દબોચી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

    બાબરા તાલુકાના વાંડળિયા ગામે રહેતા અજયભાઈ ગાંગડિયા નામના યુવાન ૨૪ તારીખની રાત્રે ફતેપુરથી બાયોકોલ ભરીને પોતાનો ટ્રક લઈને બાબરા તરફ જઈ રહ્યા હતા. રાત્રિના અગિયાર વાગ્યાની આસપાસ તેઓ લાઠી બાયપાસ અમરેલી ચોકડી પાસે ચા-પાણી પીવા ઊભા રહ્યા. આ દરમિયાન તેઓ મોબાઈલ સ્ક્રોલ કરતા હતા ત્યારે અજાણતા જ તેમનાથી ’ગ્રાઇન્ડર’ નામની ડેટિંગ એપ્લિકેશન ઓપન થઈ ગઈ. જેમાં ’જાન’ નામના એક ફેક આઈડી પરથી મેસેજ આવ્યો કે, “હું તમારી આસપાસ છું, મળવા માંગો છો?” આ મેસેજ પર ક્લિક થતાં જ ફરિયાદીનો નંબર શેર થઈ ગયો હતો અને તેણે મળવાની હા પાડી હતી.

    ફેક આઇડીમાં રહેલી સામેની વ્યક્તિ સાથે ચેટિંગ બાદ જ્યારે તેઓ પોતાના ટ્રક સાથે બાબરા તરફ આગળ વધ્યા, ત્યારે લાઠી ચોકડી બાયપાસ પાસે એક એક્ટિવા પર સવાર થઈને બે શખ્સો હરકિશન ખસિયા અને અરમાન ભીમાણી ત્યાં ધસી આવ્યા. તેમણે ટ્રક આડું એક્ટિવા ઊભું રાખી, અજયભાઈને ડરાવી-ધમકાવી નીચે ઉતાર્યા અને બળજબરીથી એક્ટિવા પર બેસાડી રેલવે નાળા પાસે આવેલા અવાવરુ પુલિયા નજીક લઈ ગયા. જ્યાં ગુનાહિત માનસ ધરાવતા અન્ય ચાર શખ્સો પહેલાથી જ હથિયારો સાથે રાહ જોઈને બેઠા હતા.

    રેલવે નાળા પાસે પહોંચતા જ આ નરાધમોએ અજયભાઈ સાથે ઝપાઝપી શરૂ કરી અને ઢીકાપાટુંનો માર માર્યો. આ ગેંગના અન્ય સાગરીતો તોફિક બોમર, રોનક નાગોરી, પરવેઝ નાગોરી અને અરમાન સમા પણ ત્યાં આવી પહોંચ્યા. છ શખ્સોએ ભેગા મળી અજયભાઈને ઘેરી લીધા અને ગળા પર તીક્ષ્ણ છરી ધરી દીધી. ત્યારબાદ મોબાઈલની ફ્લેશ ચાલુ કરી, છરીની અણીએ અજયભાઈના કપડાં ઉતરાવી નાખ્યા અને તેમનો એક આપત્તિજનક વીડિયો શૂટ કરી લીધો.

    આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપીને આરોપીઓએ પહેલાં પાકીટમાંથી રોકડા રૂપિયા લૂંટી લીધા. આટલેથી જ ન અટકતા, તેમણે વધુ રૂપિયાની માંગણી કરી. ડરી ગયેલા ભોગ બનનારે પોતાના શેઠ અને મિત્ર પાસેથી ખોટું બોલીને ઓનલાઈન ગુગલ પે દ્વારા ૫૦૦૦ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા. આરોપીઓએ જતા-જતા પણ ધમકી આપી કે જો કાલ સુધીમાં બીજા ૪૫,૦૦૦ રૂપિયા નહીં મળે તો આ વીડિયો આખા ગામમાં વહેતો કરી દઈશું.

    ભયના માર્યા યુવાને ૨૬ તારીખે આખી હકીકત પોતાના શેઠને જણાવી અને મામલો અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન પહોંચ્યો. પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં આ આખી ટોળકીને દબોચી લીધી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, પકડાયેલા આરોપીઓ પૈકી મુખ્ય સૂત્રધાર હરકિશન ખસિયા રીઢો ગુનેગાર છે, જે રખડતી ભટકતી જિંદગી જીવે છે અને સુરત વિસ્તારમાં પણ તેની સામે અગાઉ ગુના નોંધાઈ ચૂક્યા છે.

    રોનક નાગોરી સામે પણ અગાઉ મદદગારી અને ચોરીનો ગુનો નોંધાયેલો છે. આ ગેંગ આવી અજાણી ડેટિંગ એપ્સના માધ્યમથી નિર્દોષ લોકોને હનીટ્રેપમાં ફસાવી લૂંટતી હોવાની આશંકા છે. હાલ તો પોલીસે તમામ છ આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરી છે. આ સાથે જ પોલીસે સામાન્ય જનતાને પણ અપીલ કરી છે કે આવી કોઈ અજાણી એપ્લિકેશન કે ડેટિંગ પ્લેટફોર્મ પર પોતાની અંગત માહિતી કે મોબાઈલ નંબર શેર ન કરવા, જેથી આવા ડિજિટલ લૂંટારુઓનો ભોગ બનતા બચી શકાય.

    Amreli NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Bhavnagar હત્યાનો બદલો લેવા અકસ્માત સર્જીને યુવકની હત્યા કરાઈ

    May 30, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh ના વૃદ્ધ સાથે છેતરપિંડી કરનાર મહિલા અઢી વર્ષે બહુચરાજીથી પકડાઈ

    May 30, 2026
    સૌરાષ્ટ્ર

    વ્યાજખોરોના અસહ્ય ત્રાસથી Manavadarના યુવકે ટૂંકાવ્યું જીવન

    May 29, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli જિલ્લામાં નાની ચલણી નોટ તથા પરચુરણની ભારે અછત

    May 29, 2026
    સૌરાષ્ટ્ર

    Kodinarના વલાદર ગામે જમીન વિવાદમાં ઢિકા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી

    May 29, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli: દામનગર ગામે છોકરી ભગાડી જવાના મનદુઃખના કારણે ૨૦ જેટલાં ઈસમો સામે ફરિયાદ

    May 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    રાજકોટ Dhirendra Shastri ગરમ સળિયો પકડે તો ૧૦૧ ડોલર આપીશ

    May 30, 2026

    Madhya Pradesh ટ્રેક્ટર ટ્રોલી પલટી ખાઇ જતાં ૬ ભક્તોના મોત, ૪૦ ઈજાગ્રસ્ત

    May 30, 2026

    એશિયન ગેમ્સના ટ્રાયલ્સમાં Vinesh Phogatની શાનદાર જીત

    May 30, 2026

    Sai Sudarshan નું બેડ લક ! બીજી વખત અનોખા અંદાજમાં આઉટ

    May 30, 2026

    ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને બિહારમાં Rain-આંધીનો કહેર, ૨૬ લોકોના મોત

    May 30, 2026

    ચોમાસું Keralaના દરિયાકાંઠે પાંચ દિવસથી ૩૦-૩૫ કિમી દૂર અટવાયું

    May 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    રાજકોટ Dhirendra Shastri ગરમ સળિયો પકડે તો ૧૦૧ ડોલર આપીશ

    May 30, 2026

    Madhya Pradesh ટ્રેક્ટર ટ્રોલી પલટી ખાઇ જતાં ૬ ભક્તોના મોત, ૪૦ ઈજાગ્રસ્ત

    May 30, 2026

    એશિયન ગેમ્સના ટ્રાયલ્સમાં Vinesh Phogatની શાનદાર જીત

    May 30, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.