(મિલન જોશી દ્વારા)
Junagadh તા.૩૦ઃ
Junagadh નાશિરામ વિસ્તારમાં રહેતા એક નિવૃત શિક્ષક સાથે પુનઃ લગ્ન કરાર કર્યાના બદલામાં વૃધ્ધ પાસેથી રૂ. ૧.૩૦ લાખ પડાવી, ઘર માંથી સોનાના દાગીનાની ચોરી અને છેતરપિંડી કરનાર ફરાર મહિલાને પોલીસે એઢી વર્ષે બહુચરાજીથી પકડી પાડી હતી.
મૂળ પોરબંદરના અને હાલમાં Junagadh ની નાગરિક બેંક સોસાયટી, મધુરમમાં રહેતા નિવૃત શિક્ષક નરેન્દ્રભાઈ માવજીભાઈ વાળા (ઉ.વ. ૬૮) સાથે અમદાવાદના સેજપુરની ૪૫ વર્ષીય મહિલા આશાબેન રવિભાઈ ગુપ્તા એ સ્ટેમ્પ પેપર ઉપર પુનઃ લગ્ન કરાર કર્યા હતા. અને બદલામાં નિવૃત શિક્ષક પાસેથી રૂ. ૧.૩૦ લાખ લીધા હતા. બાદમાં ઘરના કબાટની તિજોરીમાંથી રૂ. ૬૦ હજારની કિંમતના અઢી તોલા સોનાનો પેન્ડલ સેટની ચોરી કરી મહિલા ફરાર થઈ ગઈ હતી આ અંગે નરેન્દ્રભાઈ વાળાએ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તા. ૨૦-૧૨- ૨૦૨૩ ના રોજ ફરિયાદ નોંધાવી હતી.
આ દરમિયાન પોલીસ છેલ્લા અઢી વર્ષથી નાસતી ફરતી આ મહિલાને પકડવા માટે પ્રયત્નશીલ હતી, તે દરમિયાન પીઆઈ પી.પી. ઝાની ટીમને ટેકનિકલ તથા હ્યુમન સોર્સ આધારે બાતમી મળતા આરોપી મહિલા આશાબેન ગુપ્તાને બહુચરાજી ખાતેની હરગોવિંદપુરા સોસાયટી માંથી શોધી કાઢી અટકાયત કરી હતી.

