ફિલ્મ ‘ભારત ભાગ્યવિધાતા’ની રિલીઝ પહેલાં Kangana Ranaut સોશિયલ મીડિયા પર એક નવો પ્રમોશનલ વીડિયો શેર કર્યો
Mumbai, તા.૨
ફિલ્મ ‘ભારત ભાગ્યવિધાતા’ની રિલીઝ પહેલાં Kangana Ranaut સોશિયલ મીડિયા પર એક નવો પ્રમોશનલ વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે ફિલ્મનાં નામનો અર્થ અને તે જેમને સમર્પિત છે એવા સામાન્ય લોકો વિશે વાત કરી છે.વિડિયોમાં Kangana Ranautએ એવા કર્મચારીઓ તરફ ધ્યાન દોર્યું છે, જેઓ દરરોજ જરૂરી સેવાઓને ચાલુ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
Kangana Ranaut એ કહ્યું કે જો એક જ દિવસ માટે હોસ્પિટલ, શાળા, રેલવે, સ્વચ્છતા વિભાગ અને અન્ય જાહેર સેવાઓના કર્મચારીઓ કામ પર ન આવે તો શું થશે, એ આપણે યાદ રાખવું જોઈએ. Kangana Ranaut વીડિયોમાં કહે છે, “કલ્પના કરો કે, એક દિવસ હોસ્પિટલમાં નર્સો ન આવે, શાળામાં સ્ટાફ ન આવે, રેલવેનો સ્ટાફ ન આવે, શહેરમાં સફાઈ કર્મચારીઓ ન આવે, થિયેટરનો સ્ટાફ ન આવે અને જ્યારે તમને ડર લાગે ત્યારે તમારી મદદ કરવા કોઈ ન આવે. માત્ર એક જ દિવસમાં આખી વ્યવસ્થા થંભી જશે. છતાં આપણે તેમને શું કહીએ છીએ? ‘આમ આદમી’. કેટલુંય ખાસ કામ કરીને પણ તેઓ ‘આમ’ જ કહેવાય છે.
એ લોકો જ છે અસલી ભારત ભાગ્યવિધાતા.” આ ફિલ્મ એવા લોકોની કહાની રજૂ કરે છે, જે સામાન્ય રીતે પડદા પાછળ રહીને કામ કરે છે. તેમાં નર્સો, વોર્ડ એટેન્ડન્ટ્સ, સફાઈ કર્મચારીઓ, સુરક્ષા રક્ષકો, લિફ્ટ ઓપરેટરો અને વહીવટી સ્ટાફ જેવા પાત્રોનો સમાવેશ થાય છે. નિર્માતાઓના જણાવ્યા અનુસાર, ફિલ્મ દર્શાવે છે કે મુશ્કેલ સમયગાળામાં પણ આ કર્મચારીઓએ પોતાની જવાબદારીઓ કેવી રીતે નિષ્ઠાપૂર્વક નિભાવી અને સમાજને મદદ કરી છે.
ફિલ્મમાં Kangana Ranaut એક સ્ટાફ નર્સની ભૂમિકા ભજવી રહી છે. ફિલ્મનો મોટો ભાગ હોસ્પિટલના વાતાવરણમાં શૂટ થયો છે. તેની કહાની ફરજ, સંઘર્ષ અને સામૂહિક જવાબદારી જેવા વિષયો પર આધારિત છે અને આરોગ્યસેવા તથા સહાયક સ્ટાફના યોગદાનને ઉજાગર કરે છે. કંગના ઉપરાંત ફિલ્મમાં ગિરિજા ઓક, સ્મિતા તાંબે, અમૃતા નામદેવ, ઈશા ડે, પ્રિયા બર્ડે, આશા શેલાર, સુહિતા થટ્ટે, રસિકા આગાશે, આદિત્ય મિશ્રા અને ઝાહિદ ખાન મહત્વની ભૂમિકાઓમાં જોવા મળશે. ‘ભારત ભાગ્યવિધાતા’નું લેખન અને દિગ્દર્શન મનોજ તાપડિયાએ કર્યું છે અને તે ૧૨ જૂન, ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

