ફિલ્મમાં Vedang Raina ભારતના ભાગલા પહેલાંના સમયગાળાના એક શીખ યુવાનની ભૂમિકા ભજવે છે
મુંબઈ, તા.૨
તાજેતરના સમયમાં હિન્દી સિનેમામાં એવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે તીવ્ર પ્રેમકથાઓ અથવા અતિ-પુરુષત્વ ધરાવતા (આલ્ફા મેલ) મુખ્ય પાત્રોવાળી ફિલ્મો બોક્સ ઓફિસ પર સૌથી વધુ દર્શકો ખેંચી રહી છે. ધુરંધર શ્રેણી, એનિમલ(૨૦૨૩) અને સૈયારા (૨૦૨૫) જેવી ફિલ્મોની સફળતા તેનું ઉદાહરણ છે. આ દરમિયાન, Vedang Raina હવે ફિલ્મ નિર્માતા ઇમ્તિઆઝ અલીની ભવ્ય રોમેન્ટિક ફિલ્મ ‘મૈં વાપસ આંઉંગા’માં જોવા મળશે.
Vedang Rainaને આ આલ્ફઆ મેલ ફિલ્મોના ટ્રેન્ડથી ફિલ્મને થતાં નફા વિશે પૂછવામાં આવતા તેણે કહ્યું, “કોઈ વસ્તુ એટલા માટે સફળ થાય છે કારણ કે પ્રેક્ષકો તેને સ્વીકારે છે, ભલે તેની બહાર વાસ્તવિક દુનિયામાં ગમે તે ચાલતું હોય. પછી લોકો માને છે કે જૉનર કામ કરી રહ્યું છે. જો ફિલ્મ સારી હોય, તો જૉનર કામ કરે છે.”
ઇમ્તિઆઝ અલીની આ રોમેન્ટિક ફિલ્મમાં Vedang Rainaની જોડી શર્વરી સાથે જોવા મળશે. ફિલ્મમાં Vedang Raina ભારતના ભાગલા પહેલાંના સમયગાળાના એક શીખ યુવાનની ભૂમિકા ભજવે છે, જેની પ્રેમકથા ૧૯૪૭ના ભારત-પાકિસ્તાન ભઆગલાને કારણે મુશ્કેલીમાં મુકાય છે. ફિલ્મમાં તેના વૃદ્ધ અવતારની ભૂમિકા નસીરુદ્દીન શાહ ભજવે છે.પરંતુ બોક્સ ઓફિસ પર માત્ર અમુક જ પ્રકારની ફિલ્મો સફળ થઈ રહી હોવાથી, યુવા કલાકારો માટે ઉપલબ્ધ ભૂમિકાઓને મર્યાદિત થઈ શકે છે. આ મુદ્દે Vedang Raina કહ્યુંઃ “ધુરંધર આ સમયની ઘણી અનોખી ફિલ્મ છે,
પરંતુ હવે લોકો માને છે કે એ જ પ્રકારની ફિલ્મો કામ કરી રહી છે. સૌ પહેલાં તો, હાયપરમૅસ્ક્યુલિનિટી કોઈ જૉનર નથી. મને નથી લાગતું કે ફિલ્મની સફળતાનું કારણ એ છે. ફિલ્મ સફળ થાય છે કારણ કે તેમાં ઉત્તમ કન્ટેન્ટ હોય છે. દર્શકોને હવે ખામીઓ વાળા અને મુશ્કેલીઓ વાળા હિરો વધુ વાસ્તવિક લાગે છે તેથી એ વધુ ગમે છે.” તાજેતરના સમયમાં આવેલી ૧૨ ફેઇલનું ઉદાહરણ આપતા તેણે ઉમેર્યુંઃ “આ બધાની વચ્ચે ૧૨ ફેઇલ પણ સફળ થઈ હતી અને મને ખબર નથી કે તેને કઈ કેટેગરીમાં મુકવી. અંતે વાત કન્ટેન્ટની જ છે. ”

