Rajkot તા.૨ઃ
Rajkot Nagarik Bank LTD દ્વારા આયોજીત ‘૨૮’માં નિઃશુલ્ક ક્રિકેટ કોચીંગ કેમ્પનો સમાપન સમારોહ બેંકની હેડ ઓફિસ ખાતે યોજાયેલ હતો. તાલીમાર્થી બાળકોને પ્રેરણાત્મક ફિલ્મ બતાવવામાં આવી હતી. દરેક તાલીમાર્થીને મનોરમ્ય સર્ટીફીકેટ આપવામાં આવ્યા હતા.
બેંકના ચેરમેન દિનેશભાઇ પાઠકે જણાવ્યું હતું કે, ‘કેમ્પનો આજે સમાપન સમારોહ છે. શુભારંભ સમારંભ વખતે મે ઘણી બધી વાત રજુ કરી હતી. આજે ફરીથી એક વાત કહીશ, આ કેમ્પમાં એકવખત સિવાય બીજી, ત્રીજી કે તેનાથી વધુ વખત આવનાર બાળકો ઘણા બધા છે. આપ એકથી વધુ વખત તાલીમ લીધી છે તેનો અર્થ તેમને કેમ્પમાં મજા આવે છે અને માત્ર મજા આવે છે તેવું નથી પરંતુ શીખવા મળે છે એટલે મજા આવે છે. વેકેશનના સમયમાં, ફરવા જવાનું કે આરામ કરવાને બદલે, વહેલી સવારની ઉંઘ બગાડી કેમ્પમાં આવી જાય અને દર વર્ષે આવે એવું તો જ બને કે અહીં કંઇક શીખવા મળવું હોય તો. ફરીથી આવતા વર્ષે પણ આવજો. તમને સહુને આ રમતમાં કારકિર્દી બનાવવા માટે ખૂબ ખૂબ શુભેચ્છા.’
ક્રિકેટ કોચીંગ કેમ્પના કોચ અને ફીલ્ડ ઇન્ચાર્જ શ્રી કૌશિકભાઇ અઢીયાએ વિસ્તૃત વિગત આપતાં જણાવ્યું હતું કે, ‘આ કેમ્પનું સમગ્ર આયોજન રાજકોટ નાગરિક સહકારી બેક કરે છે. ફક્ત ખર્ચ આપવા પુરતુ જ નહિ પરંતુ બેંકના પદાધિકારીઓ, કર્મચારીઓ સતત હાજર રહી કેમ્પને સફળ બનાવવા માટે અથાગ મહેનત કરે છે. ક્રિકેટ કોચીંગ કેમ્પની જેમ બેંકની અનેક સેવાકીય અને સભાસદ કલ્યાણકારી પ્રવૃત્તિ કરે છે.’
આ સમાપન સમારોહમાં દિનેશભાઇ પાઠક (ચેરમેન), જીવણભાઇ પટેલ (વાઇસ ચેરમેન), પ્રોજેક્ટ ચેરમેન દીપકભાઇ મકવાણા, પ્રોજેક્ટ ડિરેકટર હંસરાજભાઇ ગજેરા, વિક્રમસિંહ પરમાર, ડિરેકટરગણમાંથી હસમુખભાઇ ચંદારાણા, ડો. એન. જે. મેઘાણી, નવીનભાઇ પટેલ, સીએ. ભૌમિકભાઇ શાહ, જ્યોતિબેન ભટ્ટ, બોર્ડ ઓફ મેનેજમેન્ટમાંથી હંસરાજભાઇ ગજેરા અને વિજયભાઇ કોઠારી, વિનોદ શર્મા (જનરલ મેનેજર-સીઇઓ), કૌશિકભાઇ અઢીયા (કોચ અને ફીલ્ડ ઇન્ચાર્જ), ભવાનીસિંહ રાઠોર (એજીએમ-એકાઉન્ટ), વિપુલભાઇ દવે-શ્રી ભરતભાઇ કુંવરીયા-અજયભાઇ ચાવડા-જીજ્ઞેશભાઇ દવે (વહીવટી ઇન્ચાર્જ), હિતેશભાઇ ચોક્સી- કમલેશભાઇ રાઠોડ-વૈરાજભાઇ જાની (સંયોજક), શાખા વિકાસ સમિતિના સદસ્યો, તાલીમાર્થી બાળકો અને નાગરિક પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમનું સરળ અને સફળ સંચાલન શ્રી ભરતભાઇ કુંવરીયાએ ર્ક્યુ હતું.

