સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પરિચય બાદ યુવક લગ્નની લાલચ આપી ભગાડી ગયો’ તો, ૧૫ દિવસ સાથે રહ્યા બાદ પ્રેમિકાએ લગ્નનું કહેતા તરછોડી લેતા આપઘાતનો પ્રયાસ કર્યો
(હરપલસિંહ જાડેજા દ્વારા)
Rajkot, તા,02
Rajkot શહેરના બાબરીયા આવાસના ક્વાર્ટર, આહીર ચોકની બાજુમાં રહેતી ૧૮ વર્ષીય યુવતીએ પ્રેમમાં દગો મળતા ફિનાઇલ પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાની ચકચારી ઘટના સામે આવી છે. યુવતીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, બાબરીયા આવાસમાં રહેતી યુવતીએ ગઈકાલે રાત્રિના આશરે આઠ વાગ્યાની આસપાસ પોતાના ઘરે ફીનાઇલ ગટગટાવી લીધું હતું. તબિયત લથડતા તેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પીડિતા એ જણાવ્યા અનુસાર આશરે ૮ મહિના પહેલા તેની મુલાકાત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઓમ ચંદ્રેશભાઈ નકુમ નામના યુવક સાથે થઈ હતી. આ મુલાકાત ધીમે-ધીમે પ્રેમસંબંધમાં પરિણમી હતી.
યુવકે પીડિતા એ લગ્નની લાલચ આપી હતી, જેના કારણે તે તેની સાથે રહેતી હતી. જો કે, છેલ્લા ૧૫ દિવસથી યુવકે તેને પોતાનાથી દૂર કરી ઘરમાંથી કાઢી મૂકી હતી અને લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. પ્રેમી દ્વારા મળેલા આ દગા અને લગ્નના ઇનકારથી આઘાતમાં સરી પડેલી યુવતીએ અંતે આ પગલું ભરી લીધું હતું. હાલ યુવતી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

