(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૪
Morbiની સિવિલ હોસ્પિટલ અનેક વખતે અખબાર માધ્યમોમાં અસુવિધાઓને કારણે ચમકતી રહે છે દરમિયાન આજે Morbi જીલ્લા કલેકટર સ્વપનીલ ખરેએ સિવિલ હોસ્પિટલમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું
Morbi જીલ્લા કલેકટર સ્વપનીલ ખરે આજે સવારમાં સિવિલ હોસ્પિટલ ખાતે આકસ્મિક ચેકિંગ માટે પહોંચી ગયા હતા જે મુલાકાત દરમીયાન સિવિલ હોસ્પીટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડોક્ટર પ્રદીપ દૂધરેજીયા અને આરોગ્ય વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા કલેકટરે હોસ્પીટલના વિવિધ વોર્ડ, ફાયર સેફટી, રૂમની સફી અને દવાઓના સ્ટોક સહિતની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું દર્દીઓ સાથે વાતચીત કરી સારવારની ગુણવત્તા અને સુવિધાઓ અંગે પ્રતિસાદ મેળવ્યો હતો
સરપ્રાઈઝ ચેકિંગ અંગે જીલ્લા કલેકટર સ્વપનીલ ખરેએ જણાવ્યું હતું કે Morbi સિવિલ હોસ્પિટલ ખાતે સમગ્ર જીલ્લાના દર્દીઓ આરોગ્ય સેવાઓ માટે આવે છે દર્દીઓ સાથે વાર્તાલાપ કર્યું હતું તેમજ કોઈ ઈશ્યુ હોય તો જાણવા પ્રયાસ કર્યા હતા ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ સારી કામગીરી કરી રહ્યું છે કેટલાક ઇન્ફ્રાસ્ટ્રકચર ઈશ્યુ છે છતાં તેઓ બેસ્ટ આપવા પ્રયાસ કરી રહ્યા છે હજુ કેટલાક સુધારાની જરૂરિયાત છે આગામી દિવસોમાં મીટીંગમાં તે પ્રશ્નો અંગે ચર્ચા કરી સર્વિસમાં સુધારો કરવા પ્રયાસ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું

