Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jamnagar ૩ મહિલા સહિત ૧૧ આરોપીઓ ઝડપાયા, રૂ. ૯૩,૭૦૦નો મુદ્દામાલ કબજે કરાયો

    June 8, 2026

    Jamnagar ૧૪ વર્ષની માસૂમ તરુણીનો કાળમુખા હાર્ટ એટેકે લીધો ભોગ

    June 8, 2026

    Jamnagar સાયબર ક્રાઈમની ટીમે ફ્રોડ કેસમાં રાજસ્થાનથી પકડેલા આરોપીને ૩ દિવસના રિમાન્ડ પર લેવાયો

    June 8, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jamnagar ૩ મહિલા સહિત ૧૧ આરોપીઓ ઝડપાયા, રૂ. ૯૩,૭૦૦નો મુદ્દામાલ કબજે કરાયો
    • Jamnagar ૧૪ વર્ષની માસૂમ તરુણીનો કાળમુખા હાર્ટ એટેકે લીધો ભોગ
    • Jamnagar સાયબર ક્રાઈમની ટીમે ફ્રોડ કેસમાં રાજસ્થાનથી પકડેલા આરોપીને ૩ દિવસના રિમાન્ડ પર લેવાયો
    • Jamnagar ધ્રોલના લેન્ડ ગ્રેબિંગ કેસમાં પિતા-પુત્ર સહિત ત્રણ આરોપીઓ ઝડપાયા
    • Morbi પોલીસની ’શી-ટીમ દ્વારા અસહાય વૃદ્ધ મહિલાને વૃદ્ધાશ્રમ આશરો અપાવાયો
    • Morbi આપઘાતની બે ઘટના વેપારી અને યુવતીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
    • Morbi દહેજનાં ભૂખ્યા સાસરિયાંના ત્રાસથી કંટાળી પરિણીતાએ એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો
    • Morbi મહીલાના ગળામાંથી સોનાના ચેઈનની ચીલઝડપ કરનાર રીઢો ગુનેગાર ઝડપાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 8
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot Cancer Society (નાથાલાલ પારેખ કેન્સર ઇન્સ્ટિટયૂટ) ખાતે પ્રોજેકટ રક્તજયોતિનો પ્રારંભ
    રાજકોટ

    Rajkot Cancer Society (નાથાલાલ પારેખ કેન્સર ઇન્સ્ટિટયૂટ) ખાતે પ્રોજેકટ રક્તજયોતિનો પ્રારંભ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 8, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સોરાષ્ટ્ર અને કચ્છનું સૌપ્રથમ અતિ આધુનિક બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ અને સેલ્યુલર થેરાપી સેન્ટર
    Rajkot તા.૮
    રાજકોટ કેન્સર સોસાયટી (નાથાલાલ પારેખ કેન્સર ઇન્સ્ટિટયુટ) ખાતે નસ્ત્રપ્રોજેક્ટ રક્તજ્યોતિ પ્રારંભ કર્યો છે. આ પ્રોજેકટ અંતર્ગત સૌરાષ્ટ્ર અને કચ્છ માટે પ્રથમવાર સંપૂર્ણ સમર્પિત બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ (ઇખઝ), સેલ્યુલર ઘેરાપી (ઈઅછ-ઝ ઝવયફિાુ) સાથે હેમેટોલોજી (લોહીના કેન્સરના રોગો) વિભાગ શરૂ કરવામાં આવ્યો છે.
    આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેકટ હોસ્પિટલના ગવર્નિંગ કાઉન્સિલના અધ્યક્ષશ્રી ગૌરાંગ સંઘવીના નેતૃત્વ હેઠળ તથા ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓ, જેમાં ડૉ.જે.જે. કલારિયા અને અન્ય માનનીય ટ્રસ્ટીશ્રીઓના માર્ગદર્શન અને હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટર અને મોઢા તથા ગળાના કેન્સરના નિષ્ણાંત ડૉ. ખ્યાતિ વસાવડાના દૃઢ સંકલ્પ, વ્યૂહાત્મક દ્રષ્ટિકોણ અને અથાગ પરિશ્રમના પરિણામે સાકાર થયો છે. સૌરાષ્ટ્ર કચ્છમાં પ્રોજેકટ રક્તજ્યોતિ જેમાં લોહીને લગતા રોગો અને બ્લડ કેન્સરની સારવારને સુલભ બનાવવાનો છે. જેથી દર્દીઓને અમદાવાદ, મુંબઈ અને સુરત જેવા શહેરોમાં જવું પડતું હતું જેની હવે જરૂરીયાત ઓછી રહેશે.
    આ વિભાગમાં હેમેટોલોજી, હેમેટો-ઓન્કોલોજી, બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશન અને સેલ્યુલર થેરાપીનો સમાવેશ થાય છે જેનું નેતૃત્વ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન ડૉ. નિરાલી ચંદન ( કિલનિકલ હેમેટોલોજિસ્ટ અને હેમેટો – ઓન્કોલોજિસ્ટ) દ્વારા કરવામાં આવશે. જેમની ટીમમાં ડૉ.મહર્ષિ ત્રિવેદી (બાળકો માટેના ઓન્કોલોજિસ્ટ અને હેમેટોલોજિસ્ટ) અને ડૉ.કેવલ કાલાવડિયા (મેડિકલ ઓન્કોલોજિસ્ટ અને હેમેટો-ઓન્કોલોજિસ્ટ) નો સમાવેશ થાય છે. તેમની સાથે મેડિકલ ઓન્કોલોજિસ્ટ ડૉ. અદિતી થાનકી અને ડૉ. પૂજા તન્ના પણ જોડાયેલા રહેશે. આ ઉપરાંત કુશળ નર્સિંગ સ્ટાફ, ટ્રાન્સપ્લાન્ટ કોઓર્ડિનેટર્સ અને મેડિકલ ઓફિસર્સની નિષ્ણાંત ટીમ પણ દર્દીની સેવામાં કાર્યરત રહેશે.
    આ વિભાગમાં વિવિધ લોહીના રોગો અને બ્લડ કેન્સરનું નિદાન તથા સારવાર ઉપલબ્ધ રહેશે જેમાં તીવ્ર (અભીયિં) અને લાંબા સમયથી (ઈવજ્ઞિક્ષશભ) લ્યુકેમિયા, હોજકિન લિમ્ફોમા, નોન-હોજકિન લિમ્ફોમા અને અન્ય લિમ્ફોમા, મલ્ટિપલ માયેલોમા, એપ્લાસ્ટિક એનિમિયા અને બોન મેરો ફેલ્ચર સિન્ડ્રોમ, બાળકોમાં જોવા મળતા વિવિધ હેમેટોલોજીકલ કેન્સર અને રક્ત સંબંધિત રોગો, માયેલોડિસ્પ્લાસ્ટિક સિન્ડ્રોમ્સ (ખઉજ), થેલેસેમિયા અને અન્ય હિમોગ્લોબિનોપથીઝ, જેમાં સિકલ સેલ ડિસીઝ અને સંબંધિત રોગોનો સમાવેશ થાય છે, હિમોફિલિયા સહિતના રક્તસ્રાવ (ઇહયયમશક્ષલ) સંબંધિત રોગો, રક્ત ગંઠાવા (ઈહજ્ઞિંશિંક્ષલ) સંબંધિત રોગો, વિવિધ જન્મજાત રોગપ્રતિકારક શક્તિની ખામીઓ, સ્ટોરેજ અને મેટાબોલિક ડિસઓર્ડર્સ નો સમાવેશ થાય છે.
    સમાન આ વિભાગની અદ્યતન સારવાર પધ્ધતીઓમાં ઓટોલોગસ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશન (ઇખઝ), એલોજેનિક બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ સિમ્બિંગ ડોનર (ખજઉ), હેપ્લો-આઇડેન્ટિકલ ડોનર (ઇંફાહજ્ઞ), સમાન અનરિલેટેડ ડોનર (ખઞઉ) અને કોર્ડ બ્લડ ડોનર દ્વારા, ખોત પહેલાં ટોટલ બોડી ઇરેડિએશન (ઝઇઈં) થેરાપી, હાઈ-ડોઝ અને ઈન્ટેન્સિવ કીમોથેરાપી પ્રોટોકોલ્સ, ઈઅછ-ઝ સેલ થેરાપી સહિતની સેલ્યુલર થેરાપીઝ, ઇમ્યુનોથેરાપી અને ઇઈંઝઊ થેરાપી, ટાર્ગૅટેડ થેરાપી અને પ્રિસિઝન ઓન્કોલોજી, સ્ટેમ સેલ મેનિપ્યુલેશન, વ્યાપક સપોટિવ કેર અને ક્રિટિકલ કેર સેવાઓનો સમાવેશ થાય છે.
    આ પ્રોજેકટની સિધ્ધી તરીકે અને તબીબી શ્રેષ્ઠતાના ઉદાહરણ રૂપે રાજકોટ કેન્સર સોસાયટી દ્વારા તાજેતરમાં મલ્ટિપલ માયેલોમાથી પીડિત એક વયોવૃદ્ધ મહિલા દર્દીમાં પ્રથમ સફળ ઓટોલોગસ હેમાટોપોઇટિક સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ (ઇંજઈઝ) કરવામાં આવ્યો છે. સફળ સારવાર બાદ દર્દીને તાજેતરમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ સિદ્ધિ સૌરાષ્ટ્ર અને કચ્છમાં અદ્યતન બ્લડ કેન્સર સારવારના નવા યુગની શરૂઆત દર્શાવે છે. પ્રોજેકટ રક્તજ્યોતિ માત્ર એક આરોગ્યસેવા પહેલ નથી, પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છના દર્દીઓ અને તેમના પરિવારો માટે આશાનું પ્રતીક છે, જે અદ્યતન રક્તરોગ અને બ્લડ કેન્સરની સારવારને તેમના ઘરઆંગણે ઉપલબ્ધ બનાવે છે.
    રાજકોટ કેન્સર સોસાયટી (નાથાલાલ પારેખ કેન્સર ઇન્સ્ટિટયૂટ) એક સર્વગ્રાહી અને સમર્પિત કેન્સર સારવાર આપતી હોસ્પિટલ છે, જે એક છત્ર હેઠળ દર્દીઓને ઉચ્ચ ગુણવત્તાની કેન્સરની તમામ સારવાર પ્રદાન કરે છે. હોસ્પિટલમાં સર્જિકલ ઑન્કોલોજી, મેડિકલ ઑન્કોલોજી, અને રેડિયેશન ઑન્કોલોજી સહિત કેન્સર સારવારની તમામ અદ્યતન સેવાઓ ઉપલબ્ધ છે. અનુભવી નિષ્ણાતોની ટીમ, અત્યાધુનિક ટેકનોલોજી અને દર્દી કેન્દ્રિત સેવાઓના સહારે હોસ્પિટલ સૌરાષ્ટ્ર, કચ્છ તથા આસપાસના વિસ્તારોના દર્દીઓને વિશ્વસ્તરીય કેન્સર સારવાર ઉપલબ્ધ કરાવવા પ્રતિબદ્ધ છે.

    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot હનુમંત કથાના ત્રીજા દિવસે દિવ્ય દરબારમાં આવેલી એક જરૂરિયાતમંદ મહિલાને રોકડ મદદ કરી

    June 8, 2026
    રાજકોટ

    Rajkot ૨ ઓગસ્ટથી આધુનિક એલએચબી રેક સાથે ચાલશે ઓખા-શાલીમાર એક્સપ્રેસ

    June 8, 2026
    રાજકોટ

    કટીંગ થાય તે પૂર્વે, Rajkot નજીક તુલસી હોટલે પાર્ક કરેલા ટ્રકમાંથી ૬૩ લાખનો દારૂ પકડાયો

    June 6, 2026
    રાજકોટ

    Rajkotમાં હિટ એન્ડ રન, બાઈકને અજાણ્યા વાહને ઉલાળ્યું

    June 6, 2026
    રાજકોટ

    પૂજા રાજગોર અકસ્માત પ્રકરણમાં Rajkot સિવિલ હોસ્પિટલના તબીબ અને પોલીસ વચ્ચે તું તું મે મેં

    June 6, 2026
    રાજકોટ

    Rajkotના વૃદ્ધનો વાંકાનેરમાં ભત્રીજાના ઘરે આપઘાત

    June 6, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Jamnagar ૩ મહિલા સહિત ૧૧ આરોપીઓ ઝડપાયા, રૂ. ૯૩,૭૦૦નો મુદ્દામાલ કબજે કરાયો

    June 8, 2026

    Jamnagar ૧૪ વર્ષની માસૂમ તરુણીનો કાળમુખા હાર્ટ એટેકે લીધો ભોગ

    June 8, 2026

    Jamnagar સાયબર ક્રાઈમની ટીમે ફ્રોડ કેસમાં રાજસ્થાનથી પકડેલા આરોપીને ૩ દિવસના રિમાન્ડ પર લેવાયો

    June 8, 2026

    Jamnagar ધ્રોલના લેન્ડ ગ્રેબિંગ કેસમાં પિતા-પુત્ર સહિત ત્રણ આરોપીઓ ઝડપાયા

    June 8, 2026

    Morbi પોલીસની ’શી-ટીમ દ્વારા અસહાય વૃદ્ધ મહિલાને વૃદ્ધાશ્રમ આશરો અપાવાયો

    June 8, 2026

    Morbi આપઘાતની બે ઘટના વેપારી અને યુવતીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

    June 8, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jamnagar ૩ મહિલા સહિત ૧૧ આરોપીઓ ઝડપાયા, રૂ. ૯૩,૭૦૦નો મુદ્દામાલ કબજે કરાયો

    June 8, 2026

    Jamnagar ૧૪ વર્ષની માસૂમ તરુણીનો કાળમુખા હાર્ટ એટેકે લીધો ભોગ

    June 8, 2026

    Jamnagar સાયબર ક્રાઈમની ટીમે ફ્રોડ કેસમાં રાજસ્થાનથી પકડેલા આરોપીને ૩ દિવસના રિમાન્ડ પર લેવાયો

    June 8, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.