ભક્તોના પ્રશ્નો પૂછાયા પહેલાં જ કાગળ પર લખાયા, બીમારી, પારિવારિક કંકાસનું સમાધાન કરાયું
Rajkot તા.૮
સૌરાષ્ટ્ર સનાતન સમિતિ દ્વારા આયોજિત ભવ્ય ’સનાતન સેતુ હનુમંત કથા’ના ત્રીજા દિવસે રાજકોટના કથા મંડપમાં એક અલૌકિક માહોલ સર્જાયો હતો. લાખો ભક્તોની ઉપસ્થિતિ વચ્ચે રવિવારે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી (બાબા બાગેશ્વર) દ્વારા ’દિવ્ય દરબાર’ ભરવામાં આવ્યો હતો. આ દરબારમાં બાબાએ પોતાની આગવી શૈલીમાં દૂર દૂરથી આવેલા ભાવિકો, અનુયાયીઓની જટિલ સમસ્યાઓ, પારિવારિક કંકાસ અને વર્ષો જૂની બીમારીઓનું સમાધાન કરી ભક્તોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. દિવ્ય દરબારમાં આવેલી એક જરૂરિયાતમંદ અને મજૂરીકામ કરતી મહિલાને બાબા બાગેશ્વરે રોકડ મદદ પણ કરી હતો.
દિવ્ય દરબારની શરૂઆત થતાં જ બાબા બાગેશ્વરે હનુમંત ચરણોમાં ધ્યાન ધરીને લાલ કલમથી અગાઉથી જ કાગળ (પરચો) લખવાનું શરૂ કર્યું હતું. દરબારમાં કોઈ વ્યક્તિ આગળ આવે તે પહેલાં જ બાબાએ તેના મનમાં ચાલતી મૂંઝવણો કાગળ પર ઉતારી દીધી હતી. અનુયાયીઓની સમસ્યાઓનું સમાધાન કર્યા બાદ બાબા બાગેશ્વરે મંચ પરથી ગર્જના કરતા જણાવ્યું હતું કે, ‘‘હું કોઈ ભગવાન કે ચમત્કારી પુરુષ નથી. હું માત્ર મારા બાગેશ્વર ધામના બાલાજીનો એક સામાન્ય સેવક છું. તમારી શ્રદ્ધા અને હનુમંત લલાની શક્તિ જ તમારા પ્રશ્નો અને પીડાઓને હરી રહી છે. કથાના ત્રીજા દિવસનો આદિવ્ય દરબાર સૌરાષ્ટ્રના ઇતિહાસમાં શ્રદ્ધા, સનાતન સંસ્કૃતિ અને આધ્યાત્મિક શક્તિનો એક અનોખો સેતુ સાબિત થયો છે.
આ સભા દરમિયાન અપાયેલા મુખ્ય સંદેશાઓ અને વિચારોમાં તેમણે કહ્યું હતું કે ’દિલ અને સપનામાં વાસ એટલે કે પ્રભુ સપનામાં હોય કે દિલની અંદર, તે હંમેશા આપણી સાથે જ છે. ભારતમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે તેવો સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો હતો.અનુયાયીઓની ચિંતા દૂર કરતા જણાવાયું હતું કે, આજથી તમારી સમસ્યા તમારી નથી, પરંતુ અમારા આશ્રમની છે.
સૌરાષ્ટ્ર સનાતન સમિતિ દ્વારા આયોજિત સનાતન સેતુ હનુમંત કથા હનુમંત કથા ત્રીજા દિવસે ભવ્ય દિવ્યદરબાર દ્વારા ઉપસ્થિત ભક્તો અને અનુયાયીઓને સંબોધતા કેટલાક મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયક સંદેશ આપવામાં આવ્યા હતા. જેમાં ધર્મ, શ્રદ્ધા અને આશ્રમ પ્રત્યેના સમર્પણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
આ સભા દરમિયાન અપાયેલા મુખ્ય સંદેશાઓ અને વિચારો નીચે મુજબ છેઃ
દિલ અને સપનામાં વાસ પ્રભુ સપનામાં હોય કે દિલની અંદર, તે હંમેશા આપણી સાથે જ છે.હિન્દુત્વની વ્યાખ્યા ‘‘ભારતમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે‘‘ તેવો સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો હતો.આશ્રમ દ્વારા ભક્તોને આશ્વાસન અનુયાયીઓની ચિંતા દૂર કરતા જણાવાયું હતું કે, ‘‘આજથી તમારી સમસ્યા તમારી નથી, પરંતુ અમારા આશ્રમની છે.‘‘વ્યક્તિને બદલે સંસ્થા સાથે જોડાણ ભક્તોને માર્ગદર્શન આપતા સ્પષ્ટ કરવામાં આવ્યું કે, ‘‘અમારા (વ્યક્તિગત) ચક્કરમાં ન પડો, આશ્રમના ચક્કરમાં પડો (સંસ્થાની સેવામાં જોડાવ).‘‘હનુમાનજીનો મહિમા ‘‘હનુમાનજીનું નામ જ સંકટમોચન છે,‘‘ તેમ જણાવીને હનુમાનજીની ભક્તિ અને નામ સ્મરણનો મહિમા વર્ણવવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ભક્તોએ હાજરી આપીને ધર્મલાભ લીધો હતો.
સ્વચ્છ રાજકોટ ટીમ દ્વારા સનાતન સેતુ હનુમંત કથા, રાજકોટ ખાતે પૂજ્ય બાબા બાગેશ્વર ધામના પવિત્ર કાર્યક્રમ દરમિયાન સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો. સ્વયંસેવકોએ ભીનો અને સુકો કચરો અલગ-અલગ રાખવા, ત્રણ દિવસ દરરોજ રાત્રે કથા આખું મેદાન સ્વચ્છ વિના મૂલ્યકરતા હતા કચરો હંમેશા ડસ્ટબિનમાં જ નાખવા તથા જાહેર સ્થળોએ સ્વચ્છતા જાળવવા સૌને પ્રેરિત કર્યા.
બને એટલો ઓછી વસ્તુઓનો ઉપયોગ કરીને ઓછો કચરો ઉત્પન્ન કરીએ અને અપનાવીએ. જળ, જમીન અને પર્યાવરણનું જતન કરવું એ આપણી સામૂહિક જવાબદારી છે. કુદરતી સંસાધનોનો સમજદારીપૂર્વક ઉપયોગ કરીને આવનારી પેઢી માટે હરિયાળું અને સ્વસ્થ ભવિષ્ય નિર્માણ કરીએ.
રાજકોટ આપણું ઘર છે, તેથી તેને સ્વચ્છ, સુંદર અને પર્યાવરણમૈત્રી બનાવવામાં સૌ સાથે મળીને યોગદાન આપીએ.સ્વચ્છતા, સંરક્ષણ અને સંસ્કાર એક જવાબદાર નાગરિકની ઓળખ.
આજરોજ દિવ્ય દરબારમાં શરૂઆતમાં લોક સાહિત્યકાર શ્રી દેવ ભટ સિંગર ટીમ સાથે બીરજુ બારોટ દ્વારા લોક ડાયરાના ના જમાવટ કરી હતી.આજરોજ કાર્યક્રમના અંતે આભાર વિધિ મંગેશભાઈ દેસાઈ કરી હતી તેઓએ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, કલેકટર ઓફિસ, પોલીસ ડિપાર્ટમેન્ટ, પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક્સ મીડિયા, તેમજ સામાજિક સંસ્થાઓ, મહિલાની સંસ્થાઓ, હિન્દુ પ્રેમી જનતા જેવો એ સહકાર આપ્યા હતા તેઓ તમામનું આભાર માનવામાં આવે છે
Trending
- Jamnagar ૩ મહિલા સહિત ૧૧ આરોપીઓ ઝડપાયા, રૂ. ૯૩,૭૦૦નો મુદ્દામાલ કબજે કરાયો
- Jamnagar ૧૪ વર્ષની માસૂમ તરુણીનો કાળમુખા હાર્ટ એટેકે લીધો ભોગ
- Jamnagar સાયબર ક્રાઈમની ટીમે ફ્રોડ કેસમાં રાજસ્થાનથી પકડેલા આરોપીને ૩ દિવસના રિમાન્ડ પર લેવાયો
- Jamnagar ધ્રોલના લેન્ડ ગ્રેબિંગ કેસમાં પિતા-પુત્ર સહિત ત્રણ આરોપીઓ ઝડપાયા
- Morbi પોલીસની ’શી-ટીમ દ્વારા અસહાય વૃદ્ધ મહિલાને વૃદ્ધાશ્રમ આશરો અપાવાયો
- Morbi આપઘાતની બે ઘટના વેપારી અને યુવતીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
- Morbi દહેજનાં ભૂખ્યા સાસરિયાંના ત્રાસથી કંટાળી પરિણીતાએ એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો
- Morbi મહીલાના ગળામાંથી સોનાના ચેઈનની ચીલઝડપ કરનાર રીઢો ગુનેગાર ઝડપાયો
Related Posts
Add A Comment

